Gujarat

સ્પિચ આપતા આપતા ગૃહમંત્રી થયા ભાવુક આંખોમાં આંસુ આવ્યા

સુરત
મંત્રી હર્ષ સંઘવીએ ઘર પરિવારની વાત કરતા કહ્યું કે, ’૨૭ માં વર્ષે હું સ્ન્છ બન્યો પહેલીવાર. મારે તો એટલું સ્ટ્રગલ છે જ નહીં. પરંતુ પોતાના મનને મનાવીને, પોતાની ઈચ્છાઓને બાજુમાં રાખીને છોકરાઓનું ધ્યાન રાખવાનું, મમ્મી પપ્પાઓનું ધ્યાન રાખવાનું. આ બધી વ્યવસ્તામાં મને કોઈ ખરેખર માંદ્‌દ્રુઓ થયું હોય તો તે પ્રાચી છે.’ હર્ષ સંઘવી પોતાના પરિવાર અને પત્ની વિશે વાત કરતા ભાવુક થયા હતા. તેમની સફળતા પાછળ સમગ્ર પરિવારની મહેનત છુપાયેલી છે તે અંગે મંત્રીએ વાત કરી હતી.સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી ભાવુક થયા હતા. જૈન સમાજના કાર્યક્રમમાં હર્ષ સંઘવીની સાથે તેમના પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું. જાહેર મંચ પર હર્ષ સંઘવીના પરિવારનું સન્માન કરાતા તેઓ ભાવુક થઈ ગયા હતા. અને કાર્યક્રમમાં સ્પીચ આપતા દરમિયાન હર્ષ સંઘવીની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. તો હર્ષ સંઘવીની વાતો સાંભળીને તેમના માતા અને પત્ની પણ ભાવુક થઈ ગયા હતા. મહત્વનું સુરતમાં જૈન સમાજ દ્વારા હર્ષ સંઘવીનો સન્માન સમારોહ યોજાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *