રોજકુવા ઉચ્ચ શ્રેષ્ઠ પ્રાથમિક શાળામાં પ્રથમ સત્રમાં શૈક્ષણિક શરૂઆત થઇ છે ત્યારે બાળકોને અભ્યાસ માટે શૈક્ષણિક સામગ્રીની જરૂરિયાત પડતી હોય છે ત્યારે વાલીઓને શૈક્ષણિક સામગ્રી લેવામાં મુશ્કેલી અનુભવતા હોય છે દાતાશ્રીઓ પણ લોકસેવા માટે હંમેશને માટે તત્પર રહેતા હોય છે એવા જ દાતા વડોદરા સ્થિત ‘કૃતાર્થ ફાઉન્ડેશન’ દ્વારા શાળાના 179 બાળકોને શૈક્ષણિક કીટ (પાંચ ચોપડા, પાઉચ, પેડ, પેન્સિલ, રબર, બોલપેન,સંચો, બિસ્કિટ) બનાવીને વિતરણ કરવામાં આવી. શાળાના તમામ બાળકો શૈક્ષણિક મેળવીને આનંદની લાગણી અનુભવી હતી. કૃતાર્થ ફાઉન્ડેશના ટીમના બ્રીજ સથવારા, તુષારભાઈ ચૌહાણ, ભગીરથ ભટ્ટ, યદવેદ્ર માંજરિયા, કૃણાલભાઈ ત્રિવેદી, રોહિતભાઈ સોલંકી, જૈનિશભાઈ તળાવિયા, વિશ્વ લીબાચીયા દ્વારા શાળાના બાળકોને શૈક્ષણિક કાર્યમાં આગળ કેવી રીતે વધવું તે માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.શાળાના બાળકો સાથે શૈક્ષણિક સંવાદ અને જ્ઞાન ગમતની વાતો કરવામાં આવી હતી. શાળાના તમામ બાળકોને ટીમના સદસ્યો સાથે ખૂબ મજા આવી હતી.
શાળા પરિવાર તથા શાળા એસ.એમ.સી દ્વારા ‘કૃતાર્થ ફાઉન્ડેશન’નો શાળાના બાળકોને શૈક્ષણિક કીટ આપવા બદલ સર્વેનો અભિનંદન અને આભાર માનીને કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર