Maharashtra

અભિનેત્રી નિમ્રત કોૈર મહેનતુ અભિનેત્રીઓમાં સામેલ

મુંબઈ
અભિનેત્રી નિમ્રત કોૈર મહેનતુ અભિનેત્રીઓમાં સામેલ છે. તેણે તાજેતરમાં ફિલ્મ દસવીનું કામ કર્યુ છે. આ ફિલ્મના શુટીંગ વખતે તેને પગમાં ઇજા થઇ જતાં દસ ડોકટરે આરામ કરવાની સલાહ આપી હતી. નિમ્રતે ફિલ્મ દસવી માટે તેણે દસ કિલો વજન વધાર્યું હતું. આ ફિલ્મમાં તે એક નેતાના રોલમાં દેખાવાની છે. ફિલ્મમાં તેની સાથે યામી ગૌતમ અને અભિષેક બચ્ચન પણ જાેવા મળશે. નિમરતને ઇજા થતાં ડોકટરની સલાહ મુજબ તેને એક અઠવાડીયા સુધી ફરજીયાત આરામ કરવો પડ્યો હતો. તે જિમમાં ટ્રેઇનિંગ લેવાની હતી, નવા ઘરમાં પણ શિફટ થવાની હતી. પણ તેના બધા કામ અટકી પડયા હતાં. કારણ કે ઘરની અંદર પણ હલન ચલન કરવાની મનાઇ ફરમાવાઇ હતી. મુળ રાજસ્થાનની નિમરત વર્ષ ૨૦૦૫થી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. યહાં, વન નાઇટ સ્ટેન્ડ, પેડલર્સ, લવ શવ તે ચીકન ખુરાના, એરલિફટ્‌ સહિતની ફિલ્મો અને ટીવી શો તથા વેબ સિરીઝ પણ તે કરી ચુકી છે.

Nirmat-kaur-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *