સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
અનોખી વયમર્યાદા નિવૃત્તિ.
સાવરકુંડલા તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી પંચાયત મનોજભાઈ બગડા વયમર્યાદાથી નિવૃત થતા તેમને નિવૃત્તિ વિદાયમાન સમારોહ તાલુકા પંચાયત કચેરીના મીટીંગ હોલમાં યોજાયો હતો આ તકે તાલુકા વિકાસ અધિકારી કે.પી.પરમાર સાહેબ દ્વારા વયમર્યાદાથી નિવૃત થતા વિસ્તરણ અધિકારી પંચાયત મનોજભાઈને શ્રીફળ અને સાકરનો પડો આપી વિદાયમાન આપવામાં આવ્યું હતું તથા ઈગ્રામ ટી.એલ.ઈ. સંજયભાઈ પંડ્યા અને ઓઢભાઈ ભુંકણ દ્વારા શાલ ઓઢાડવામાં આવી હતી તથા તાલુકા વિસ્તરણ અધિકારી આંકડા દિલીપભાઈ પ્રજાપતિ દ્વારા ફુલહાર કરવામાં આવ્યો હતો આ તકે આસિસ્ટન્ટ તાલુકા વિકાસ અધિકારી જીજ્ઞેશભાઈ વાઘાણી, સિનિયર ક્લાર્ક ધકાણભાઈ, શિક્ષણ અધિકારી ભાવેશભાઈ બોરીસાગર, હિસાબી ક્લાર્ક મુનેશભાઈ ગોહિલ, સિનિયર તલાટી મંત્રી કાકડીયા, મિશન મંગલમના કિશોર નિમાવત વગેરે તાલુકા પંચાયતના કર્મચારી, અધિકારી, તલાટી મંત્રીઓ સહિતનો સ્ટાફ અને ગ્રામપંચાયતના અગ્રણી, પદાધિકારીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વયમર્યાદાથી નિવૃત્તિ વિદાયમાન આપવામાં આવ્યું હતું જેઓ ૧૯૮૬ માં તલાટી મંત્રી તરીકે નોકરી મેળવી ખાતાકીય પ્રમોશનો મેળવી વિસ્તરણ અધિકારી સુધી પહોંચ્યાં હતા જેમને ૩૭ વર્ષસુધી પંચાયત વિભાગ નિષ્ઠાપૂર્વક અમરેલી જીલ્લાના વિવિધ તાલુકામાં સેવા બજાવી હતી
આ તકે તાલુકા વિકાસ અધિકારી કે.પી.પરમાર સાહેબ દ્વારા તેમને વયમર્યાદાથી નિવૃત્તિના દિવસે જ તેમને હકરજાનો ચેક અર્પણ કરી પંચાયત વિભાગમાં એક દાખલો બેસાડ્યો હતોકે જે દિવસે કર્મચારી નિવૃત થતા હોય તેજ દિવસે તેમને હકરજાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો કર્મચારી વયમર્યાદાથી નિવૃત થતા તેમની યાદગીરીરૂપે તાલુકા પંચાયત કચેરીના ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમ અમિતગીરી ગોસ્વામીની યાદી જણાવેલ.