Gujarat

ઉનાના કાણકબરડા ગામે આવારા તત્વ દ્વારા આંબાવાડીમાં નુકસાન પહોંચાડ્યું….ખેડૂતે પોલીસમાં લેખિત રજુઆત કરી…

ઉનાના કાણકબરડા ગામે રહેતા આંબાવાડીની જમીન ધરાવતા સજનબા જસમતસંગ ચાવડા આંબાવાડી ગરાળ રોડ નજીક આવેલી
છે તેમાં ગરાળના ત્રણ શખ્સ દ્વારા વારંવાર આંબાવાડીને નુકસાન પહોંચાડતા હોય તે અંગેની સજનબાએ અરજી ઉના પોલીસ
સ્ટેશનમાં કરી હતી. ગરાળ ગામના આવારા તત્વો રાજકીય વગ ધરાવતા હોય અને ખેડૂતને ખુલે આમ કહે છે કે તારે જ્યાં ફરિયાદ
કરવી હોય ત્યાં લખાવી નાખજે અમારું કશું થશે નહીં અને આંબાવાડીને વારંવાર ઘણા વર્ષોથી નુકસાન પહોંચાડે છે. આંબાની
ડાળીઓ કાપતા આંબાના ઝાડનો વિકાસ પણ રૂધી નાખ્યો છે. બે વર્ષ પહેલાં વાવાઝોડાએ મારી થપાટ બાદમાં ઝાડમાં તનતોડ
મહેનત કરી ત્યાર બાદ ડાળીઓ કોરાણી હોય અને આંબાવાડી એક જ આજીવિકાનું સાધન હોય તેમાંથી ઘરનું ગુજરાત ચલાવતા હોય
અને આમ આંબાવાડીને નુકશાન પહોચાડનાર આવારા તત્વોને કાયદાનુ ભાન કરાવવા યોગ્ય કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂત
સજનબા ચાવડાએ પોલીસમાં લેખિત અરજી કરી હતી.

-કાણકબરડા-ગામે-આવારા-તત્વ-દ્વારા-આંબાવાડીમાં-નુકસાન-પહોંચાડ્યું-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *