Delhi

લોરેન્સ બિશ્નોઈ સહિત ગેંગસ્ટરોને આંદામાનની જેલમાં શિફ્ટ અંગે દ્ગૈંછની ગૃહમંત્રાલય પાસે માંગ

નવીદિલ્હી
દિલ્હી, પંજાબ, હરિયાણા સહિત ઉત્તર ભારતની જેલોમાં બંધ ખતરનાક ગેંગસ્ટર કે ગુંડાઓ પર સકંજાે કસવામાં આવી રહ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે હવે તે ગેંગસ્ટરને કાળાપાણીની જેલમાં મોકલવાની અપીલ કરવામાં આવી છે એટલે કે અનેક રાજ્યની જેલોમાં બંધ કેટલાક ગેંગસ્ટરોને હવે આંદામાન અને નિકોબાર ટાપુમાં સ્થિત જેલમાં મોકલવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (દ્ગૈંછ)એ આ સંદર્ભમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો છે. ભારતના અનેક રાજ્યના મોટા અને ખૂંખાર ગેંગસ્ટર જે જેતે રાજ્યની જેલોમાં બંધ છે તેમને હવે કાળાપાણીની સજા ફરમાવતી અંદમાનની જેલમાં મોકલવા અંગે દ્ગૈંછ દ્વારા રજૂઆત કરવામાં આવી છે સૂત્રોના જણાવ્યા અનુસાર દ્ગૈંછએ આશંકા વ્યક્ત કરી છે કે આ ગેંગસ્ટરો જેલમાં બેસીને તેમની સિન્ડિકેટ ચલાવી રહ્યા છે. આવી સ્થિતિમાં તેમને અહીંની જેલોમાંથી કાઢીને આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહની જેલોમાં શિફ્ટ કરવા જાેઈએ. મીડિયા રિપોર્ટ અનુસાર અગાઉ દ્ગૈંછએ ગૃહ મંત્રાલયને પત્ર લખીને ઉત્તર ભારતની જેલોમાંથી ઓછામાં ઓછા ૨૫ ગેંગસ્ટરોને દક્ષિણ ભારતની રાજ્યની જેલોમાં ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. દ્ગછૈંની યાદીમાં સિદ્ધુ મુસેવાલાની હત્યાના મુખ્ય આરોપી લોરેન્સ બિશ્નોઈનું નામ પણ સામેલ હતું. ત્યારે લોરેન્સ બિશ્નોઈ સહિત અનેક ખુંખાર ગેંગસ્ટરને અંદમાનની જેલમાં પ્રસ્તાવને મંજૂરી મળતા ગમે ત્યારે ટ્રાન્સફર કરવામાં આવી શકે. રિપોર્ટ અનુસાર, જ્યારે દ્ગૈંછના પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ ત્યારે જાણવા મળ્યું કે આ ઘણી લાંબી પ્રક્રિયા છે કારણ કે તેના માટે રાજ્ય સરકારોની પરવાનગી લેવી પડશે. તે જ સમયે, આંદામાન અને નિકોબાર ટાપુઓ એક કેન્દ્રશાસિત પ્રદેશ છે અને તેનો વહીવટ કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. તેથી જ અહીં કોઈ સમસ્યા નથી. આ જ કારણ છે કે દ્ગૈંછએ હવે ગેંગસ્ટરોને આંદામાન-નિકોબાર મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સૂત્રોનું માનીએ તો, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી કેટલાક ગેંગસ્ટરોને આસામની જેલોમાં પણ શિફ્ટ કરવાનું વિચારી રહી છે. હાલમાં આસામમાં ભાજપની સરકાર છે, તેથી ગુંડાઓને ત્યાં ખસેડવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. પંજાબના ખાલિસ્તાની સમર્થકો અને વારિસ પંજાબ દેના વડા અમૃતપાલ સિંહ અને તેમના સહયોગીઓને ડિબ્રુગઢ જેલમાં રાખવામાં આવ્યા છે.

Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *