Delhi

ઈંગ્લેન્ડની કંપની ભારતમાં સ્થાપશે સેમિકન્ડક્ટર પ્લાન્ટ, ૩૦,૦૦૦ કરોડનું કરશે રોકાણ

નવીદિલ્હી
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમેરિકન પ્રવાસ પૂરો થયાને થોડા જ દિવસો થયા છે કે તેનો પડઘો બ્રિટન એટલે કે યુનાઇટેડ કિંગડમ સુધી પહોંચ્યો છે. બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકના દેશમાંથી ૩૦ હજાર કરોડ રૂપિયાની ભેટ પણ ભારતને આવી છે. આ સેમિકન્ડક્ટર રોકાણની ભેટ છે. બ્રિટિશ ફર્મ ઓડિશામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવાનું વિચારી રહી છે. અગાઉ અમેરિકન કંપની માઈક્રોન ટેક્નોલોજીએ ગુજરાતના સાણંદમાં પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે. ચાલો તમને એ પણ જણાવીએ કે ેંદ્ભની કઈ કંપની ઓડિશામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ લગાવવાની તૈયારી કરી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર, અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે યુકે સ્થિત એક કંપની ઓડિશાના ગંજમ જિલ્લામાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવાની યોજના બનાવી રહી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે પ્રથમ તબક્કામાં ૩૦,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. યુકે સ્થિત જીઇછસ્ અને સ્ઇછસ્ ગ્રૂપની ભારતીય શાખા જીઇછસ્ અને સ્ઇછસ્ ટેક્નોલોજીસ એન્ડ પ્રોજેક્ટ્‌સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડે રાજ્યમાં સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવા માટે ૨૬ માર્ચે રાજ્ય સરકાર સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. તેના અધ્યક્ષ ગુરુજી કુમારન સ્વામીની આગેવાની હેઠળ કંપનીના અધિકારીઓએ જિલ્લાના છત્રપુર નજીકના કેટલાક શહેરોની મુલાકાત લીધી અને ત્યારબાદ ગુરુવારે છત્રપુરમાં જિલ્લા વહીવટીતંત્ર સાથે બેઠક યોજી હતી. ગંજમ કલેક્ટર દિવ્યા જ્યોતિ પરીડાએ રોકાણકારોને એકમો સ્થાપવા માટે તમામ સુવિધાઓ આપવાની ખાતરી આપી છે. કંપનીને યુનિટ સ્થાપવા માટે લગભગ ૫૦૦થી ૮૦૦ એકર જમીનની જરૂર છે. ફર્મના પ્રોજેક્ટ ડિરેક્ટર દેબદત્ત સિંઘદેવે જણાવ્યું હતું કે અમે સૂચિત સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવા માટે ટાટાના ઔદ્યોગિક પાર્ક અને કેટલીક ખાનગી જમીન સહિત કેટલીક સાઇટ્‌સની મુલાકાત લીધી છે. કંપનીની ટેકનિકલ ટીમ સ્થળને અંતિમ સ્વરૂપ આપવા માટે જિલ્લાની મુલાકાત લેશે. કંપનીના અધિકારીઓએ ઓડિશાના કેટલાક અન્ય જિલ્લાઓની પણ મુલાકાત લીધી હતી, પરંતુ સ્વચ્છ પાણી અને ઊર્જાની ઉપલબ્ધતા ઉપરાંત, તેઓએ ગોપાલપુર બંદરની નિકટતા, એક સમર્પિત ઔદ્યોગિક કોરિડોર, એક હવાઈ પટ્ટી અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ જેવી ફેબ્રિકેશન યુનિટની મૂળભૂત જરૂરિયાતો જાેઈ હતી. જેના કારણે છત્રપુર નજીકની જગ્યા પસંદ કરવામાં આવી હતી.દેબદત્ત સિંઘદેવે જણાવ્યું હતું કે કંપની બે વર્ષમાં એકમ સ્થાપીને ૫,૦૦૦ લોકોને સીધી રોજગારી આપવાનું લક્ષ્ય ધરાવે છે. તે લગભગ રૂ. ૨ લાખ કરોડના રોકાણ સાથે ૨૦૨૭ સુધીમાં અનુગામી તબક્કામાં એકમનું વિસ્તરણ કરવાની પણ યોજના ધરાવે છે. સેમિકન્ડક્ટર યુનિટ મોબાઇલ ફોન, ટેલિવિઝન સેટ, લેપટોપ, એર કંડિશનર અને એટીએમમાં ??ઉપયોગમાં લેવાતી મેમરી ચિપ્સનું ઉત્પાદન કરશે. સેમિકન્ડક્ટર્સના ઉત્પાદનમાં દેશ આર્ત્મનિભર ન હોવાથી, તે વિવિધ દેશોમાંથી વાર્ષિક આશરે ૩ લાખ કરોડ રૂપિયાના સેમિકન્ડક્ટર્સની આયાત કરે છે.

Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *