ગુજરાત રાજ્ય ના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે છોટાઉદેપુર આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું છે
પોલીસ વિભાગ એ સિસ્ત માં માનનાર વિભાગ છે જેથી પોલીસ વિભાગના પોલીસ કર્મીઓ ઘણું બધું સહન કરતા હોય તેમની વાહરે આમ આદમી પાર્ટી આવી છે અને તેઓએ તેઓના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ઝુંબેશ ઉપાડી છે જે અંતર્ગત આજરોજ જિલ્લા પોલીસ અધિક્ષકને આપેલા આવેદનપત્રમાં તેઓએ જણાવ્યું છે કે પોલીસ કર્મીઓ પોતાના તેમજ પોતાના પરિવારની સહેજ પણ ચિંતા કર્યા વગર ઉત્સવ મનાવવાનું જતું કરીને ફરજ બજાવે છે પોલીસ કર્મીઓના કારણે રાજ્યમાં તમામ ઉત્સવો તહેવારો જનતા આનંદ ઉલ્લાસ સાથે માણે છે તેમ છતાં પોલીસ કર્મીઓના પગાર અન્ય વિભાગના પગાર કરતાં ખૂબ ઓછા છે તેમાં સુધારો વધારો થવો જોઈએ તેમની ફરજ ના સમયમાં યોગ્ય વિચાર તેમજ બદલીના પ્રશ્નોમાં રાજકીય પાર્ટીઓની દખલ દૂર કરી તેમજ મહિલા પોલીસને તેમની નોકરી ની નજીક રહેઠાણની વ્યવસ્થા જેવા અનેક પ્રશ્નો અંગે આમ આદમી પાર્ટીએ રાજ્યના પોલીસ વિભાગ સુધી તેમની લાગણી પહોંચે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપ્યું છે
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

