Gujarat

સાબરકાંઠા બેંકના ચેરમેન સહિત ૧૧ ડિરેક્ટરોની ચૂંટણી ઉમેદવારી રદ

સાબરકાંઠા
સાબરકાંઠા સહકારી બેંકના ચેરમેન સહિત ૧૧ ડિરેક્ટરોના ઉમેદવારી ફોર્મ રદ કરી દેવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાતના સહકારી રાજકારણમાં આ ર્નિણય સાથે જ ખળભળાટ મચી જવા પામ્યો છે. ૮ વર્ષથી વધુ બેંકમાં ડિરેક્ટર પદે રહી શકાય નહી એ કાયદા હેઠળ વાંધો રજૂ કરવામાં આવતાં ચૂંટણી અધિકારીએ સોમવારે આ ર્નિણય કર્યો હતો. બેંકના વર્તમાન ચેરમેન મહેશ પટેલ સહિત ૧૧ ડિરેક્ટરોના ઉમેદવારી પત્રોને રદ કરી દેવામાં આવ્યા છે. આમ હવે સાબરકાંઠા બેંકમાં નવા ચહેરાઓ સત્તામાં જાેવા મળશે.યુવા ઉમેદવાર રવિ પટેલે વાંધો ઉઠાવતા ચૂંટણી અધિકારી સામે તમામ વર્તમાન ડીરેક્ટરો કે જેમને ૮ કે તેથી વધુ વર્ષ બેંકમાં પદ પર રહ્યાના પૂર્ણ થયા છે, તેમને દૂર કરવા માટે રજૂઆત કરી હતી. લેખીત રજૂઆત કરવા સાથે રવિ પટેલે કેટલાક ઉદાહરણો પણ પુરા પાડ્યા હતા. જેને લઈ તમામ ડિરેક્ટરો અને વર્તમાન ચેરમેને પોતાના તરફથી દલીલો રજૂ કરી હતી. જાેકે આ દલીલોમાં તેઓ પોતાની ઉમેદવારી ટકાવી રાખવામાં સફળ રહ્યા હતા.ધ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ ૧૯૪૯ ની કલમ ૧૦ (છ) ૨ (છ) ની મુજબ વાંધો દર્શાવેલ ઉમેદવારો ગેરલાયકાત ધરાવતા હોઈ ઉમેદરવારી ફોર્મ રદ કરવા માટે અરજી કરવાાં આવી હતી. સાબરકાંઠા બેંકમાં પ્રથમ વાર જ ઉમેદવારી કરી રહેલા ૨૫ વર્ષના યુવાને વર્ષોથી સહકારી રાજકારણમાં સિક્કા પાડતા નેતાઓ સામે વાંધો લઈને ઉમેદવારીમાંથી ગેરલાયક ઠેરવવા માટે રજૂઆત કરી હતી. લેખિત રજૂઆત કરીને રવિ પટેલે તમામ ડિરેક્ટરો કે જેમને ૮ વર્ષ કે તેથી વધુ સમય બેંકમાં ડિરેક્ટર તરીકે વીતી ચુક્યા છે, તેમની ઉમેદવારી યોગ્ય ના હોવાનુ પડકાર્યુ હતુ. રજુઆતમાં કહ્યુ હતુ કે, કાયદા મુજબ તેઓએ ઉમેદવારી કરવા માટે સક્ષમ નથી. આ માટે તેમના ઉમેદવારીપત્રને રદ કરવા જણાવ્યુ હતુ.

File-02-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *