Delhi

અમેરિકામાં ફિલાડેલ્ફિયામાં ફાયરિંગ, ૮ને લાગી ગોળી, ૪ના મોત

નવીદિલ્હી
અમેરિકાના ફિલાડેલ્ફિયા શહેરમાં ફાયરિંગની ઘટના બની છે. ૮ લોકોને ગોળી વાગી હોવાના અહેવાલ છે. શંકાસ્પદ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે. ૮માંથી ૪ના મોત પણ થયા હોવાની માહિતી મળી છે. અમેરિકામાં સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા ફરી એકવાર ગોળીબારની ભીષણ ઘટના સામે આવી છે. ફાયરિંગમાં ૮ લોકોને ગોળી વાગી હતી, જેમાંથી ૪ના મોત થયા છે. ઘાયલોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘટના બાદ પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે. તેણે શા માટે ફાયરિંગ કર્યું તેની તપાસ કરવામાં આવી રહી છે. અમેરિકામાં સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા ફરી એકવાર ગોળીબારની ભીષણ ઘટના સામે આવી છે. ફાયરિંગમાં ૮ લોકોને ગોળી વાગી હતી, જેમાંથી ૪ના મોત થયા છે. ઘાયલોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘટના બાદ પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે. તેણે શા માટે ફાયરિંગ કર્યું તેની તપાસ કરવામાં આવી રહી છે. આ ફાયરિંગની ઘટના ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા કાઉન્ટી (પ્રાંત)માં બની હતી. અહીં એક બંદૂકધારીએ ખુલ્લેઆમ ફાયરિંગ શરૂ કરી દીધું. રાજ્ય પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરે બુલેટ પ્રૂફ જેકેટ પહેર્યું હતું. અટકાયત કરાયેલા શંકાસ્પદ હેન્ડગન, રાઈફલ અને અનેક મેગેઝીનથી સજ્જ હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે પણ હુમલાખોર લોકો પર અંધાધૂંધ ફાયરિંગ કરી રહ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પોલીસે હુમલાખોર પાસેથી એક રાઈફલ, એક હેન્ડગન અને ગોળીઓના વધારાના મેગેઝીન જપ્ત કર્યા છે.

File-01-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *