Delhi

શાહરૂખ ખાન યુએસમાં શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે નાકમાં ઈજા થઈ

નવીદિલ્હી
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન એકસાથે ઘણી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે, અને એક્ટર કામ માટે ઘણી જગ્યાએ ટ્રાવેલ પણ કરી રહ્યો છે. હાલમાં જ તે એક શૂટિંગ માટે યુએસ ગયો હતો. અને કથિત રીતે તેનો એક્સિડેન્ટ થયો છે. રિપોર્ટ્‌સ અનુસાર, શાહરૂખ અમેરિકામાં એક પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તેનો અકસ્માત થયો અને તેના નાકમાં ઈજા થઈ. આવી સ્થિતિમાં, લોસ એન્જલસમાં તેનું એક શૂટ કરતી વખતે તેને નાકમાં ઈજા થઈ હતી. આવી સ્થિતિમાં, ટીમે તરત જ એક્ટરના નાકમાંથી લોહી વહેવાને કારણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. આ પછી, તેણે રક્તસ્ત્રાવ બંધ કરવા માટે એક નાની સર્જરી પણ કરાવી. શાહરૂખની તબિયત હવે સારી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને તે મુંબઈ પરત ફર્યો છે. એક રિપોર્ટ અનુસાર, આ ઘટના બની ત્યારે શાહરૂખ એક પ્રોજેક્ટના શૂટિંગ માટે લોસ એન્જલસમાં હતો. રિપોર્ટ અનુસાર, એક્ટરની સર્જરી કરવામાં આવી હતી અને તેના નાક પર પટ્ટી બાંધવામાં આવી છે. ડોક્ટરોએ તેમની ટીમને એમ પણ કહ્યું કે ચિંતા કરવાની કોઈ વાત નથી અને તે નાની ઈજા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, શાહરૂખ તેની અપકમિંગ ફિલ્મ ‘જવાન’ની રિલીઝ માટે તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મ એટલી સાથેની તેની પહેલી ફિલ્મ છે, અને તેમાંસાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની લેડી સુપરસ્ટાર નયનથારા પણ છે. ‘જવાન’નું ટ્રેલર ટોમ ક્રૂઝની ‘મિશન ઈમ્પોસિબલઃ ડેડ રેકનિંગ’ સાથે જાેડાયેલું હશે, જે ૧૨ જુલાઈએ થિયેટર્સમાં આવશે. આ સિવાય શાહરૂખ પાસે રાજકુમાર હિરાનીની ‘ડંકી’ પણ છે, અને જાે રિપોર્ટ્‌સનું માનીએ તો, તે આગામી સમયમાં સલમાન ખાનની સામે બોલિવૂડની સૌથી મોટી એક્શન ફિલ્મ ‘ટાઈગર ફજ પઠાણ’માં જાેવા મળશે.

File-01-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *