Delhi

ICC WORLDCUP 2023 માં નહીં રમી શકે ભારતનો આ ખેલાડી

નવીદિલ્હી
ટીમ ઈન્ડિયા ૨૦૧૧ બાદથી વર્લ્ડ કપ ટાઈટલ જીતવામાં સફળ રહી નથી. તાજેતરમાં જ ભરતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ પરાજય આપ્યો હતો. અકસ્માતને કારણે વિકેટકીપર ઋષભ પંત આ ટાઈટલ મેચમાં રમી શક્યો ન હતો. હવે પંત વર્લ્ડ કપમાં પણ નહીં દેખાય અને ૨૦૨૪ની ૈંઁન્માં પણ તેની વિકેટકીપિંગ અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આઈપીએલની ટીમ દિલ્હી કેપિટલ્સ માટે ટીમ ઈન્ડિયા માટે આ મોટો ઝટકો છે. ઈનસાઈડ સ્પોર્ટ્‌સ સાથે વાત કરતા મ્ઝ્રઝ્રૈંના એક અધિકારીએ જણાવ્યું કે ઋષભ પંતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. પરંતુ અત્યારે એ કહેવું ઘણું મુશ્કેલ છે કે તે કેટલા સમય સુધી વિકેટકીપિંગ કરી શકશે. તેને પ્રેક્ટિસ માટે ફિટ થવામાં ૩ મહિનાનો સમય લાગી શકે છે. આમાં ૬ મહિનાથી વધુ સમય લાગી શકે છે. અત્યારે અમે આ અંગે કોઈ ડેડલાઈન નક્કી કરી શકતા નથી. ઋષભ પંત હજુ નાનો છે અને તેની પાસે ક્રિકેટ રમવા માટે ઘણો સમય છે, તેને જે પ્રકારની ઈજા થઈ છે તે જાેતા તે ઉતાવળ કરી શકાય તેમ નથી. ૈંઁન્ ૨૦૨૩ની વાત કરીએ તો, દિલ્હી કેપિટલ્સ ટીમે રિષભ પંતની જગ્યાએ ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરને ટીમનો કેપ્ટન બનાવ્યો હતો, પરંતુ ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. બાદમાં ટીમે અભિષેક પોરેલનો વિકેટકીપર તરીકે સમાવેશ કર્યો હતો. સરફરાઝ ખાનને વિકેટકીપર તરીકે અજમાવ્યો, પરંતુ તે પણ કંઈ ખાસ કમાલ કરી શક્યો નહીં. આઈપીએલની હરાજી ડિસેમ્બરમાં થવાની છે. રિષભ પંતની વાપસી હજુ નિશ્ચિત નથી. આવી સ્થિતિમાં દિલ્હી કેપિટલ્સ ચોક્કસપણે વિકેટકીપર પર નજર રાખશે. ફ્રેન્ચાઈઝી તેની ભૂતકાળની ભૂલોને સુધારવા માંગે છે. મુખ્ય કોચ રિકી પોન્ટિંગની ખુરશી બચી ગઈ છે, પરંતુ અજીત અગરકર અને શેન વોટસન ફ્રેન્ચાઈઝીથી અલગ થઈ ગયા છે. અગકર ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનવાની રેસમાં છે. ઋષભ પંતનો સ્ટ્રાઈક રેટ ર્ંડ્ઢૈં અને ્‌૨૦ બંનેમાં શાનદાર છે. તે તેની ઝડપી બેટિંગ માટે જાણીતો છે. ૨૫ વર્ષીય પંતે ૩૦ ર્ંડ્ઢૈંની ૨૬ ઇનિંગ્સમાં ૮૬૫ રન બનાવ્યા છે. એક સદી અને ૫ અડધી સદી ફટકારી છે. સ્ટ્રાઈક રેટ ૧૦૭ છે. તેણે કુલ ૧૭૯ ્‌૨૦ની ૧૬૮ ઇનિંગ્સમાં ૪૩૫૪ રન બનાવ્યા છે. તેણે ૨ સદી અને ૨૨ અડધી સદી ફટકારી છે. સ્ટ્રાઈક રેટ ૧૪૫ છે.

File-01-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *