( ધ્રાંગધ્રા સીટી પી.એસ.આઈ ને આવેદન આપતું ધ્રાંગધ્રા “આપ”)
ધ્રાંગધ્રા :
રાજ્યમાં હાલ હથિયારી-બિનહથિયારી પોલીસ, એસ.આર.પી, જેલ પોલીસ નાં પડતર પ્રશ્નો સાથે પગાર વધારા માટે પોલીસ મહા આંદોલન ચાલી રહ્યું છે તયારે પોલીસ ની માંગણીઓના સમર્થનમાં ધ્રાંગધ્રા આમ આદમી પાર્ટી પ્રમુખ ગૌતમભાઈ મેવાડાની આગેવાનીમાં ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનમાં પી એસ આઈ ને આવેદન આપવામાં આવ્યું હતું.
આવેદનમાં પોલીસ નાં પગાર વધારા, મહિલા કોન્સ્ટેબલ ને ઝડપથી આવાસ, અન્ય કામ નો બોજો વિગેરે બાબતો સાથે પોલીસ યુનિયન ને પ્રોત્સહન આપવા સાથે પોલીસ ની બદલીઓ બાબતમાં તટસ્થ લાવવાની વાતો સાથે ની રજુઆત કરવામાં આવી હતી