Gujarat

ગાંધીનગર જિલ્લામાં તા. ૨૭ જુલાઈના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે

ગાંધીનગર,
ગાંધીનગર જિલ્લાના પ્રજાજનોની ફરિયાદ કે પ્રશ્નોના નિરાકરણ માટે કલેકટર હિતેષ કોયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમનું આયોજન તા. ૨૭મી જુલાઈના રોજ સવારના ૧૧.૦૦ કલાકે સભાખંડ, જિલ્લા સેવા સદન, સેકટર- ૧૧, ગાંધીનગર ખાતે યોજાશે.
આ સ્વાગત કાર્યક્રમમાં જિલ્લાની જાહેર જનતાને પોતાની ફરિયાદ કે પ્રશ્નો ૧૦ દિવસમાં કલેકટર, ગાંધીનગરને મોકલી આપવા અનુરોઘ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ન્યાયની કોર્ટમાં ચાલતા વિવાદ, મહેસુલી કોર્ટને લગતા પ્રશ્નો, સબ જ્યુડીશીયલ પ્રશ્નો, તથા નોકરીને લગતા પ્રશ્નો લક્ષમાં લેવામાં આવશે નહી. રજુ કરવામાં આવનાર પ્રશ્નોના કવર ઉપર જિલ્લા સ્વાગત કાર્યક્રમ, તા. ૨૭/૦૭/૨૦૨૩ એમ અચુક લખવા અને જિલ્લા સ્વાગત કાર્યક્રમના દિવસે અરજદારે ઉકત જણાવેલ સ્થળે સમયસર અચૂક હાજર રહેવા અનુરોઘ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *