Gujarat

જૂનાગઢ એસબીઆઇ આરસેટીના ૬૫ તાલીમાર્થી બહેનોને સર્ટિફિકેટ એનાયત કરાયા

એસબીઆઇ આરસેટી જૂનાગઢ ખાતે જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના યુવતીઓ અને યુવાઓ આત્મનિર્ભર બની સ્વરોજગાર મેળવી શકે તે હેતુથી વિવિધ તાલીમો આપવામાં આવી રહી છે. જે અંતર્ગત તારીખ ૬ જૂન થી ૫ જુલાઈ એક માસના સમયગાળા દરમિયાન બ્યુટિ પાર્લર અને સીવણકામના કોર્સની જૂનાગઢ અને ગીર-સોમનાથમાં તાલીમ આપવામાં આવી હતી.

તાલીમ પૂર્ણ થતાં તાલીમ લીધેલ ૬૫ બહેનોને આરસેટી ભવન ખાતે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્ર્મમાં એસબીઆઇ આરબીઑ-4ના આસસિસ્ટંટ જનરલ મેનેજર(એજીએમ) શ્રીપંકજકુમાર સિહ,આરસેટી ડાઇરેક્ટર શ્રીપ્રશાંત ગોહેલ અને એફએલસી શ્રીદિલીપભાઇ છૂગાણી તથા આરસેટી સ્ટાફ અને ટ્રેઈનર સહિતના હસ્તે તાલીમાર્થી બહેનોને સર્ટિફિકેટ વિતરણ કરાયા હતા.

certificate-vitran.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *