Gujarat

કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનોઓનો લાભ મેળવવા માટે ઉદ્યોગકારોને આહવાન    

જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જૂનાગઢ જિલ્લાનાં વેપાર ઉદ્યોગના વિકાસ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મળતા વિવિઘ લાભ અને સહાય અંગે માર્ગદર્શન માટે અને જૂનાગઢ જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવાના હેતુથી એક સેમીનાર યોજાયો હતો. જેમાં કેન્દ્રના એમએસએમઇ વિભાગના જોઈન્ટ ડાયરેક્ટર શ્રી વિકાસ ગુપ્તા, SIDBI (સિડબી)ના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી શ્યામાનંદ યાદવ, NABLના શ્રી જગત પટેલ, IIT ગાંધીનગરથી શ્રી રોહિત પટેલ, જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર શ્રી ધૈર્ય જોષી, RM શ્રી જયસ્વાલ અને finsurita ના ડાયરેક્ટર શ્રી ફકરુદિન સાદીકોટ ઉપસ્થીત રહ્યા હતાં અને માર્ગદર્શન આપ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી શ્રી સંજયભાઇ પુરોહિતે આપણાં વિસ્તારના લોકોને આ યોજનાઓ અને સહાયનો પૂરો ફાયદો ઉઠાવવા જૂનાગઢ જિલ્લાના ઉદ્યોગકારોને આહવાન કર્યું હતું અને એગ્રો ઝોન તરીકે સરકારે નવી GIDC આપવાની સહમતી દર્શાવી છે તો અત્યારથી તેના માટે તૈયારી કરવા જણાવ્યું હતું.

આ સેમિનાર માં ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયાએ ઉપસ્થિત રહી જૂનાગઢના વિકાસ માટે જ્યાં જરૂર પડે ત્યાં સતત જનતાના પ્રતિનિધી તરીકે સરકારને રજૂઆત કરી પરીણામલક્ષી કામગીરી કરવા કટિબદ્ધતા દર્શાવી હતી.

આ સેમિનારમાં ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી કાંતિભાઈ, સહમંત્રી શ્રી મહેશભાઈ દેસાઈ,સુરેશભાઇ પાનસુરીયા, શ્રી ડી.કે. ઝાલાવાડીયા, GIDCના પ્રમુખ શ્રી ભરતભાઈ સિરોયા, દાણાપીઠના પ્રમુખ શ્રી રાજુભાઈ જોબનપુત્રા ઊપરાંત કેશોદ ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી શ્રી અશોકભાઈ રાયચડા, ઉપપ્રમુખ શ્રી સાગર ભાઇ બોરડ અને ઓસ્ટિન એન્જી. સહિતના ઉદ્યોગકારો અને વેપારીઓએ વરસાદી વાતાવરણ હોવા છતાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્ર્મ ને સફળ બનાવ્યો હતો.

જૂનાગઢ ચેમ્બર સાથે સંકળાયેલ સભ્યોને વિવિઘ પ્રકારનાં ઇનસુરન્સ – વીમા પોલિસીમાં માર્ગદર્શન અને ડિસ્કાઉન્ટ મળે તથા ક્લેમ વખતે સર્વિસ મળે તે માટે MOU કરવામાં આવ્યું હતુ. જેનો લાભ જૂનાગઢના તમામ એસોસિએશનના સભ્યોને મળશે.

seminar-chember-of-commerce-3.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *