Gujarat

ઊનાના એલમપુર ગામની જમીન રીસર્વેની નોંધ નંબર- ૨૪૨૮, તા.૨૩ જુન ૨૦૧૭ વાળીનોંધ ખેડ ખાતામાંથી રદ કરવા માંગ….

જમીનનો સર્વે બાદ જુદા જુદા માપની થઈ ગયેલ જમીન જુના માપ મુજબ સર્વે પહેલા જે સ્થિતીમાં હતી તે સ્થિતી મુજબના માપ
મુજબની કરી આપવા…
ખેડૂતોની વિવિધ માંગનો સાથે ડે.કલેક્ટરની લેખિત રજુઆત કરી..

ઊનાના એલમપુર ગામની સીમ વિસ્તારમાં આવેલી જમીનમાં એજન્સીએ સર્વે બાદ ૭–૧૨ ૮-અ. માં દાખલ થયેલ પ્રમોલગેશન
નોંધ નં. ૨૪૨૮ તા. ૧૩ જુન ૨૦૧૭ વાળી નોંધ દુર કરવા અને જમીનના ખેડ ખાતાના ૭–૧૨ ૮-અ. માં રહેલ તૃટી દુર કરી
દુરસ્તી કરવા, ગામની જમીનના ૭–૧૨ માથી નકશાઓ ડીલીટ કરવા, જમીનનો સર્વે બાદ જુદા જુદા માપની થઈ ગયેલ જમીન
જુના માપ મુજબ સર્વે પહેલા જે સ્થિતીમાં હતી તે સ્થિતી મુજબના માપ મુજબની કરી આપવા સહીતની માંગણીઓ સાથે ખેડૂતો,
ગ્રામજનો, તાલુકા પંચાયત સદસ્ય નગાભાઇ બીજલભાઇ બાંભણીયા, એલમપુર ગ્રામ પંચાયત મહીલા સરપંચ પ્રતિનીધી
લાલજીભાઇ બાંભણીયા, ભીખાભાઇ મકવાણા, ભીખાભાઇ બાંભણીયા, રામશીભાઇ મકવાણા, રમેશભાઇ બાંભણીયા સહીતના
મોટી સંખ્યામાં ખેડૂતોએ ડે.કલેક્ટરને લેખીત રજુઆત કરી માંગણી કરી હતી.

ઉનાના એલમપુર ગામની સીમમાં ખેતીની જમીનનું સને ૨૦૧૭ પહેલા સરકારના હુકમ મુજબ સર્વે થયેલું અને આ સર્વે એજન્સી
દ્રારા કરવામાં આવેલું હતુ. આ સર્વેનું કામ મનફાવે તેવું અને મનફાવે તે રીતે આડે ધડ થયેલ જેથી માલીકીના સર્વ નંબરોમાં જે માપ
હતા. તે માપમાં ક્ષતી અને તુટ થયેલી અને આ સર્વેની કામગીરી દ્રારા જમીનના માપમાં મોટા ફેરફારો થયેલા છે. જે ૭-૧૨, માં સર્વે
બાદ દાખલ થયેલા છે અને જમીનમાં બે-બે અઢી-અઢી વિઘાનો વધારો ઘટાડો થયેલ છે. અમુક ખેડૂતોની જમીનોમાં પાંચ-પાંચ વિઘા
સુધીનો ઘટાડો થયેલ છે. તેમજ અમુક ખેડુતોના ભાયે ભાગના ભાગલા (હિસ્સા વહેંચણી) થઈ ગયેલી હોય પરંતુ સર્વે બાદ પડી
ગયેલા પોતનું એકત્રીકરણ થઈ અને એકના નામે તમામ જમીન ચડી ગયેલી હોય તેવુ બનેલ છે. તો કેટલાક નાતો સ્થળ બદલી ગયેલા
છે.
આ સર્વેથી પ્રમોલગેશન નોંધ નંબર-૨૪૨૮ તા. ૨૩ જુન ૨૦૧૭ ની અસરથી ૭–૧૨, ૮-અ. માં વિવિધ ફેરફારો જે મુળ સ્થિતી
કરતા અલગજ માપ અને સ્થળ સ્થિતીમાં તેમજ નકશામાં ફેરફાર થઈ ગયેલા આ નોંધ દાખલ થયા બાદ જમીનના-૭-૧૨ માં દાખલ
થઈ આવેલ નકશા અને સ્થળ પરની જમીનની સ્થીતી ચોરસ આકારની હોય તેવી જમીનો લંબગોળ કે ત્રીકોણ આકારના નકશા-
૭–૧૨ જોવા મળે છે. સ્થળ ઉપર અલગ આકારની સ્થળ સ્થિતીમાં જમીન હોય તે જમીનની અડીને આવેલી જમીનો વાળાની
જમીન નકશામાં જોવામાં આવેતો ચાર-પાંચ સર્વે નંબર બાદ જમીનો ના નકશામાં સર્વે નંબર વાળી જમીન જોવા મળે છે. સ્થળ
ઉપર લાગુ સેઢો હોય અને નકશામાં તે દુર જોવા મળે છે. આમ જમીનનો આકાર સ્થળ સ્થિતી તેમજ માપમાં ધરખમ ફેરફાર થયેલા
જોવા મળે છે.
ગામની જમીનનું સર્વે થયા બાદ માપ ચર્તુ દિશા સ્થળ સ્થિતિમાં ફેરફાર થયેલા હોવાના કારણે ખેડૂતોને મોટી નુકસાની થયેલ હોય
માપમાં ફેરફાર થવાથી ૭-૧૨ માં જમીન ઘટી જવાથી બેંક મંડળીઓ પુરતુ ધીરાણ આપતી નથી. પ્રમોલગેશન મળતુ ન હોવાથી બેંકો
દ્રારા લોન ધીરાણ માટે ધકકા ખવડાવાય છે. પુરતી લોન બેંક મંડળી આપતી નથી, ખેડૂતોને જમીનનું વેચાણ કરવુ હોય તો ૭-૧૨ માં
જમીન ઘટાડો થયેલ હોવાથી ૭-૧૨માં રહેલ જમીનના માપ મુજબ ખરીદનાર નાંણા ચુકવે છે. જેથી આર્થીક નુકશાની થતી હોય
તેમજ માપ ઘટી જવાથી હિસ્સા વહેંચણીઓમાં ટુકડો પડતો હોય જેથી ખાતા અલગ કરવામાં મુશ્કેલીઓ પડે છે. તેમજ ખાતા
અલગ થતાજ નથી. આમ વિવિધ કામોમાં ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

-રહીસો-ખાતેદાર-ખેડુતોની-માનસહ.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *