Gujarat

જેતપુર શહેરની ચંપરાજની બારી પાસે 100 વર્ષ જુના મકાન

જેતપુર શહેરની ચંપરાજની બારી પાસે સો વર્ષ જુના ચારથી પાંચ મકાનો ધરાશયી થયા હતાં.  તેમાં કાટમાળ હેઠળ દબાઈ જવાથી એક વૃધ્ધા અને બે બાળકીના મોત નિપજ્યા તેમજ પાંચ વ્યક્તિઓને નાની મોટી ઇજા પહોંચી હતી. આ વિસ્તારમાં સો વર્ષ જુના મકાનો આવેલ છે તે તમામ મકાનો કાચી માટીના બનેલ હોય ઘણા સમયથી અતિ જર્જરિત હાલતના થઇ ગયેલ છે. હાલમાં અઠવાડિયાથી સતત વરસાદ તેમજ મકાનો ઉપર નગરપાલિકાની પાણીની ટેંક છલકાય તેમાંથી  પાણીનો સતત રિસાવ થાય છે.
                        અહીંના મકાનો સો વર્ષ જુના કાચી માટીના તેમાંય સતત પાણી વહેવાથી ભયજનક બની ગયા છે. ચારેક મકાન ધરાશયી થયા તે ઉપરાંતના મકાનો પણ ગમે ત્યારે ધરાશયી થઈ શકે તેમ છે. ભૂતકાળમાં પણ અહીંના મકાન ધરાશયી થયેલ છે અને તેમાં પણ ત્રણ મોત થયેલ. એટલે કોઈ મોટી જાનહાની થાય તે પહેલાં નગરપાલિકા તંત્ર સાવચેતીના પગલાંરૂપે બાકીના મકાન ખાલી કરાવા લોકોને સમજાવી રહ્યા છે

IMG_20230705_204432.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *