બેંગ્લોર
સુનીલ છેત્રીની આગેવાની હેઠળની ભારતીય ફૂટબોલ ટીમે જીછહ્લહ્લ ચેમ્પિયનશિપ ૨૦૨૩ જીતી લીધી છે. ભારતે મંગળવારે કુવૈતને હરાવીને ટાઈટલ આ જીતી ફાઈનલ પેનલ્ટી શૂટઆઉટમાં પહોંચી હતી. અને પેનલ્ટી શૂટઆઉટ ૫-૪થી જીત્યું હતું. ટાઈટલ મેચ બેંગ્લોરના શ્રી કાંતિરવા સ્ટેડિયમમાં રમાઈ હતી. આ ભારતનું એકંદરે નવમું અને સતત બીજું જીછહ્લહ્લ ચેમ્પિયનશિપ ટાઇટલ છે. ભારત અને કુવૈત નિર્ધારિત સમયમાં ૧-૧ થી બરાબરી પર હતી. હાફ ટાઈમ પહેલા બંને ટીમોએ ગોલ કર્યા હતા. કુવૈતે પહેલો ગોલ કર્યો હતો. કુવૈત માટે શાબીબ અલ ખાલિદીએ ૧૪મી મિનિટે ગોલ કર્યો હતો. બીજા હાફમાં બંને ટીમના ખેલાડીઓએ ખૂબ પ્રયાસ કર્યા હતા પરંતુ ગોલ કરવામાં સફળ થઈ શક્યા ન હતા. આ હાફ ગોલ રહિત રહ્યો હતો. જ્યારે ૯૦ મિનિટમાં ર્નિણય લેવામાં આવ્યો ન હતો. ત્યારે બંને ટીમોને ૧૫ મિનિટના બે વધારાના હાફ આપવામાં આવ્યા હતા. વધારાના સમયમાં ભારત કે કુવૈતે ગોલ કર્યો ન હતો, ત્યારબાદ પેનલ્ટી શૂટઆઉટમાં વિજેતાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. પેનલ્ટી શૂટઆઉટના પાંચ રાઉન્ડ પછી પણ સ્કોર ૪-૪ હતો, ત્યારબાદ સડન ડેથનો ર્નિણય લેવામાં આવ્યો હતો. મહેશ નોરેમે ગોલ કર્યો અને ભારતીય ગોલકીપર ગુરપ્રીત સંધુએ ડાઈવિંગ કરીને ખાલિદ હાજિયાના શોટને બચાવ્યો. તમને જણાવી દઈએ કે, ભારત ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હાર્યું નથી. ભારતે ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન અને નેપાળને હરાવ્યું અને કુવૈત સામે ડ્રો રમી. ભારતીય ટીમે સેમિફાઇનલમાં લેબનોનને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવ્યું હતું.


