મુંબઈ
વર્ષ ૨૦૦૬માં વિશેષ વિવાહ કાયદા ૧૯૫૪ હેઠળ નાગરી વિવાહ સમારંભમાં ડૉ.શબાના કુરેશી સાથે મારા લગ્ન થયા હતા. વર્ષ ૨૦૧૬માં વિશેષ વિવાહ કાયદા મુજબ બંનેએ કોર્ટમાં છૂટાછેડા લીધા હતા. ૨૦૧૭માં ક્રાંતી રેડકર સાથે મારા લગ્ન થયા હતા. ટિ્વટર પર મારા વ્યક્તિગત દસ્તાવેજ રાખવા નિંદનીય છે. મારા કુટુંબ, મારા પિતા અને મારા દિવંગત માતાની બદનામી કરવામાં આવી રહી છે.ગત થોડા દિવસથી માનનિય મંત્રી મલિકના લીધે મને અને મારા કુટુંબને માનસિક અને ભાવનાત્મક ત્રાસ થયો છે.બીજી તરફ સમીર વાનખેડેની પત્ની ક્રાંતી રેડકરે ટિ્વટર પર જણાવ્યું હતું કે ‘હું અને સમીર જન્મથી હિન્દુ અને સમીર જન્મથી હિન્દુ છીએ. બંનેએ હિન્દુ રીતિરિવાજ મુજબ લગ્ન થયા હતા. અમે ક્યારેય ધર્માંતર કર્યું નથી. અમે દરેક ધર્મનો આદર કરીએ છીએ. અત્યાર સુધી શાંત રહેલા સમીર વાનખેડેના પિતા જ્ઞાાનદેવે હવે નવાબ મલિકને નિશાન બનાવ્યા છે. મલિકના જમાઈને પકડતા તે સમીરની પાછળ પડી ગયા હોવાનું તેમણે કહ્યું હતું. આ બાબતે સમીર વાનખેડેના પિતાએ જણાવ્યું હતું કે ‘મારૂ નામ જ્ઞાાનદેવ કચરૂ વાનખેડે છે, દાઉદ નથી. મારા સ્કૂલ છોડવાના સર્ટીફિકેટ, ગ્રેજ્યુએટના સર્ટીફિકેટ, પત્ની સાથે હિન્દુ પદ્ધતિથી લગ્ન કર્યા હોવાના પુરાવા છે. તમામ આરોપ ખોટા છે. સર્વ દસ્તાવેજ પર પુત્રનું નામ સમીર જ્ઞાાનદેવ વાનખેડે છે. નવાબ મલિકને જમાઈને પકડયા બાદ તે સમીરની પાછળ પડી ગયા છે. તે મંત્રી છે. સરકાર તમેની હોવાથી કે કંઈ પણ કરી શકે છે. આમ જ્ઞાાનદેવ વાનખેડેએ નવાબ મલિકની વર્તણૂકની ટીકા કરી હતી.મુંબઈ ક્રૂઝ પાર્ટી પ્રકરણની તપાસ કરતા એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે સામે વિવિધ ગંભીર આરોપ થઈ રહ્યા છે. ત્યારે વાનખેડેએ પત્ર લખીને અને તેમની અભિનેત્રી પત્ની ક્રાંતી રેડકરે ટિ્વટર દ્વારા સ્પષ્ટીકરણ આપ્યું છે. નવાબ મલિકના દાવા મુદ્દે સમીર વાનખેડેએ કહ્યું હતું કે ‘મારા પિતા જ્ઞાાનદેવ કચરૂજી વાનખેડે ૩૦ જૂન, ૨૦૦૭ના પુણેમાં સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે નિવૃત્ત થયા હતા. મારા પિતા હિન્દુ અને માતા સ્વ. ઝહીદા મુસ્લિમ હતા. હું ભારતીય પરંપરાથી બહુધર્મિય અને ધર્મનિરપેક્ષ કુટુંબમાંથી છું, મને આ બદલ અભિમાન છે.
