મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકાની પીઠાઈ પે સેન્ટર શાળામાં ગાંધીનગરના આલાપકુમાર.એસ.પટેલ દ્વારા શાળાના બાળકોના અભ્યાસ માટે તેમજ દ્રશ્ય શ્રાવ્ય સાધન દ્વારા બાળકોને ભણાવવામાં સરળતા રહે તેવા હેતુથી રૂપિયા ત્રણ લાખની કિંમતના પાંચ નંગ સ્માર્ટ ટીવી આપવામાં આવ્યા હતા.જેના કારણે બાળકોમાં ઉત્સાહ અને અભ્યાસ માટે ઉર્જા પ્રાપ્ત થઈ હતી.આ કાર્ય બદલ શાળાના આયાર્ય ચિરાગભાઈ પટેલ,સી.આર.સી.વિજયભાઈ દેસાઈ, બક્ષીપંચ જિલ્લા મંત્રી ગોવિંદભાઈ વી શર્મા,તેમજ શાળા પરિવાર અને બાળકોએ દાતા આલાપકુમાર પટેલ નો આભાર વ્યક્ત કર્યો હતો.