મુંબઈ
આર્યન ખાનને જાેડતા ડ્રગ્સ કેસ પ્રકરણે શુક્રવારે અનન્યાની ચાર કલાક એનસીબીે પૂછપરછ કરી હતી. એનસીબીને આર્યન ખાન અને અનન્યા વચ્ચે વોટસ એપ પર ડ્રગ્સ પ્રકરણે થયેલ ચેટીંગ બાબતે વધુ માહિતી મેળવવી હતી તેથી અનન્યાની પૂથપરછ કરવામાં આવી હતી. ૨૦૧૯માં ૨૨ વર્ષની અનન્યાએ બોલીવુડ ડેબ્યુ કર્યું હતું. ગુરૂવારે પણ બે કલાક અનન્યાની એનસીબીએ પૂછપરછ કરી હતી. એનસીબીે ક્રૂઝ શીપ ડ્રગ્સ પ્રકરણે ૨૩ વર્ષના આર્યન ખાન સહિત કુલ ૧૯ જણની ધરપકડ કરી હતી. હાલ આર્યન ખાન અદાલતી કસ્ટડી હેઠળ જેલમાં છે. આજે કદાચ બોમ્બે હાઈકોર્ટમાં આર્યનની જામીન અરજીની સુનાવણી થાય તેવી શક્યતા છે. આ કેસની તપાસ દરમિયાન આર્યન અને અનન્યા વચ્ચે થયેલ વોટસ એપ ચેટ બહાર આવી હતી. આ સમગ્ર પ્રકરણે એનસીબીના અધિકારીોને ચેટ બાબતની વધુ માહિતી એકઠી કરવાની હોવાથી અનન્યાને બોલાવવામાં આવી હતી. આ પહેલાં એનસીબીે અનન્યાના મોબાઈલ અને લેપટોપ પણ ગુરૂવારે જપ્ત કરી તેને તપાસ માટે મોકલી આપ્યા છે.મુંબઈ નજીક સમુદ્રમાં ક્રૂઝ શિપ રેવ પાર્ટીમાં છાપો માર્યા બદા નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના મુંબઈ ઝોનલ ડાયરેકટર સમીપર વાનખેડે સતત વિવાદમાં સપડાય રહ્યા છે. અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યનને છોડવા એનસીબીે ૨૫ કરોડ માંગ્યાનો સાક્ષી પ્રભાકર સાઈલે દાવો કરતા હવે વાનખેડે મુશ્કેલી મૂકાઈ ગયો છે. આ પ્રકરણમાં મની લોન્ડ્રીંગની શંકા છે આમ હવે વાનખેડે સામે ખાતાકીય તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. દિલ્હીથી એનસીબીના ત્રણ અધિકારી આ મામલાની તપાસ માટે આવતીકાલ મંગળવારે મુંબઈ પહોંંચશે. વિઝિલન્સ વિભાગને આ મામલાની તપાસ સોંપવામાં આવી છે. એનસીબીના ડેપ્યુટી ડાયરેકટર જનરલ જ્ઞાાનેશ્વર સિંહને તપાસની જવાબદારી સોંપવામાં આવી છે. દિલ્હીમાં વાનખેડેને બોલાવવામાં આવ્યા હતા. ક્રૂઝ શિપ ડ્રગ્સ પાર્ટી કેસની તપાસ વાનખેડે જ કરશે કે કેમ એના પર પણ ર્નિણય લેવામાં આવસે એમ કહેવાય છે બીજી તરફ તેઓ વાનખેડે પર આરોપ કરનારા સા૭ી પ્રભકાર સાઈલની પણ પૂછપરછ કરશે એમ જાણવા મળ્યું છે. અમારા કોઈપણ અધિકારી સામે આરોપ થાય તો અમે નિષ્પક્ષ તપાસ કરીએ છીે, એમ જ્ઞાાનેશ્વર સિંહે કહ્યું હતું. નોંધનિય છે કે જ્ઞાાનેશ્વર સિંહના માર્ગદર્સન હેઠળ ત્રણ અધિકારી પુરાવા એકઠા કરવા અમે નિવેદ નોંધવા માટે મુંબઈ આવવાની છે. આ મામલાની તપાસનો રિપોર્ટ એનસીબીના ડીજીને સોંપવામાં આવશે.ત્યારબાદ આગળની કાર્યવાહીનો ર્નિણય લેવામાં આવશે. સાક્ષી પ્રભાકરે કરેલા તપાસ આરોપ ખોટા હોવાનું જણાવીને વાનખેડેએ ફગાવી દીધા છે. એનસીબીના વડા વાનખેડેએ મુંબઈના પોલીસ કમિસનરને પત્ર લખ્યો હતો. કેસમાં ફસાવવા અને તપાસને ગેરમાર્ગે લઈ જવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આથી તેની ધરપકડ ન કરવા અને તેની સામે કાયદાકીય કાર્યવાહી ન કરવામાં આવે તે તપાસના હિતમાં રહેશે એમ પત્રમાં જણાવ્યું હતું. ડ્રગ્સ કેસમાં ફરાર મુખ્ય સાક્ષીદાર કિરણ ગોસાવીના બોડીગાર્ડ પ્રભાકર સાઈલે દાવો કર્યો હતો કે એનસીબીએ આર્યનને છોડવા માટે શાહરૂખ ખાન પાસે ૨૫ કરોડ રૂપિયાની માગણી કરી હતી જ્યારે સમીર વાનખેડેને ૮ કરોડ રૂપિયા મળવાના હતા. વાનખેડેે નવ-દસ કોરા કાગલમાં સહી કરાવી હતી અને પોતાના જીવને જાેખમ હોવાનું પણ પ્રભાકરે જણાવતા ચકચાર જાગી હતી. ક્રૂઝ શિપ રેવ પાર્ટી છાપા દરમિયાન આર્યન ખાન સાથે સેલ્ફીમાં જાેવા મળેલા ફરાર સાક્ષી કિરણ ગોસાવી કેસ સંદર્ભે મહત્ત્વની માહિતી આપી છે. સાક્ષી પ્રભાકર સાઈલે કરેલા આરોપ ખોટા છે અને મારી નાખવાની ધમકી મળી રહી હોવાનો દાવો કિરણ ગોસાવીએ કર્યો હતો. આ સિવાય સમીર વાનખેડેને ઓળખતા ના હોવાનું પણ તેણે કહ્યું હતું. કિરણ ગોસાવીએ ફોન પર માહિતી આપી હતી કે પોતાના પરના તમામ આરોપ ખોટા છે. ૬ ઓકટોબર સુધી હું મુંબઈમાં જ હતો. ૩થી ૬ ઓકટોબર દરમિયાન ધમકીભર્યા અનેક ફોન આવ્યા હતા. મારો જીવ જાેખમમાં છે. ધમકીભર્યા ફોનનો રેકોર્ડ મારી પાસે છે હું નાસી ગયો નથી. સાક્ષી પ્રભાકર સાથે માપી ઓળખાણ છે. તે મારા માટે કામ કરતો હતો. પણ તેણે કરેલા આરોપની માહિતી નથી. મેં પૈસા બાબતે વાત કરી નથી.
