સુરત
કોરોના વેક્સિનેશનમાં આધાર નંબર પરથી તેની ઓળખ થઇ શકે છે. રજિસ્ટ્રેશનના આધારે કોઈ કયા શહેરમાં છે તે જાણી શકાય. આ માર્ગદર્શન ડીસીઆઈએ આપ્યુ હતું, જે બાદ આ યુવકના આધારકાર્ડના આધારે તે કયા શહેરમાં છે તે અંગેની માહિતી મેળવી હતી. ગુમ થયેલ યુવક બેંગ્લોર રહેતી હતો. તો પરિવાર ત્યાં પહોંચીને તેને મળ્યો. જણાવી દઈએ કે આ યુવાન નાસિકમાં એન્જિનિયરિંગ ભણતો હતો. પરંતુ ૩ વર્ષ અને ૪ મહિના પહેલા તે અચાનક ગાયબ થઇ ગયો હતો. ધણા સમયથી તેની શોધખોળ પરિવારજનો કરી રહ્યા હતા. પરંતુ કોરોનાકાળ હોવાના કારણે પુત્રની શોધખોળ કરવામાં મુશ્કેલી થઈ રહી હતી.વેક્સિનેશન કોરોના સામે તો રક્ષણ આપે જ છે. પરંતુ સુરતના એક પરિવારને વેક્સિનેશન અલગ રીતે ફળ્યું છે. જી હા રસીકરણના રજીસ્ટ્રેશનના કારણે ૩ વર્ષ પહેલા ગુમ થયેલો યુવક મળી આવ્યો છે. રજીસ્ટ્રેશનના કારણે ગુમ થયેલા પુત્રનું પરિવાર સાથે મિલન થયું છે. ગોડદરાનો યુવાન લતીશ પટેલ ૩ વર્ષ પહેલાં ઘરે કોઈને કહ્યા વગર જતો રહ્યો હતો. ત્યારે યુવાન ઘર છોડી બેંગાલુરૂમાં સ્થાયી થયો હતો. આ મામલે પોલીસ અધિકારીની સલાહ બાદ શોધખોળ શરૂ કરાઇ હતી. અને ત્રણ વર્ષ બાદ આ યુવાન મળી આવ્યો છે. યુવાન લતીશે રસી માટે રજીસ્ટ્રેશન કરાવતા શહેરની વિગત મળી હતી. અને આખરે ત્રણ વર્ષે પરિવાર સાથે પુત્રનું મિલન થયું.