ધારાસભ્યએ પોલીસનો ખંભો પકડીને પત્રકારોને દબાવવા કરેલા પ્રયાસથી આશ્ચર્ય !
જો કે પોલીસ દ્વારા પત્રકારો સાથે સહકારાત્મક વલણ જ દાખવતાં મામલો ગોટાળે ચડી ગયો !
ધોરાજીમાં રોડ રસ્તા કાદવ-કીચડ વચ્ચે અત્યંત કંડમ બની જતાં અને અનેક વખતની રજૂઆતો પછી સંબંધિત તંત્રએ આંખ આડા કાન કર્યા છે, બીજી બાજુ ચોમાસા દરમિયાન ધોવાયેલા રસ્તાઓ બાબતે યોગ્ય કરાવવાને બદલે સ્થાનિક ધારાસભ્ય ભેદી સંજોગોમાં ગુમ થયાના ઠેર ઠેર કોઈએ ઠેર ઠેર પોસ્ટર લગાવી દેતા સ્થાનિક રાજકારણમાં ભર ચોમાસે ગરમાવો આવ્યાનું જોવા અને જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ધોરાજીમાં વરસાદને કારણે ધોવાયેલ રસ્તાથી ત્રસ્ત પ્રજાએ ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા વિરુદ્ધ પોસ્ટર લગાવી અને રોષ ઠાલવ્યો હતો. ધોરાજીમાં ઉબડ ખાબડ રોડ ને લઈ સ્થાનિક પરાજય ત્રાહિમામ પોકારી ગઈ છે.
બીજી બાજુ ધારાસભ્ય લાંબા સમયથી શહેરમાં દેખાતા ન હોય રોષિત પ્રજાએ ધારાસભ્ય ગુમ થયા છે તેવી વાત વ્યક્ત કરતાં પોસ્ટરો ઠેર ઠેર લાગાવી દીધા છે. જો કે ધારાસભ્ય પાડલીયા પોતે ક્યાંય ગુમ થયા નથી અને ગાંધીનગર હોવાનું જણાવી કોઈ હિત શત્રુઓએ આવું પોસ્ટર લગાડવાનું કૃત્ય કર્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું.
બીજી બાજુ પોસ્ટર સંબંધે ધારાસભ્યએ પોલીસને કહીને અમુક પત્રકારોને દબાવાવનો હિન પ્રયાસ કરતાં આ વાતના પત્રકાર આલમમાં ગહીરા પડઘા પડ્યા છે અને આગામી દિવસોમાં ધારાસભ્ય સામે મોરચો મંડાય તેવા એંધાણ વર્તાવા લાગ્યા હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.
પ્રેસ અને પોલીસનો કાયમી સંબધ બગાડવા ધારાસભ્ય પાડલીયાએ કરેલો પ્રયાસ કાઈક એવો છે કે આ મહાશય ધારાસભ્યએ આવા પોસ્ટર પત્રકારોએ લગાવ્યા હોવાનું જણાવી અમુક પત્રકારોના નામ પોલીસને આપી દેતા બિચારી પોલીસને ધારાસભ્યના ખીલે બંધાઈ જવું પડે તેવી સ્થતિ ઊભી થઈ હતી. અને એક તબક્કે પોલીસ સ્થાનિક 2-3 પત્રકારોને થાણે બોલાવીને ધારાસભ્ય વિરુદ્ધ લાગેલા પોસ્ટરો તમે ઉતારી નાખો તેવી અચરજ પમાડે તેવી વાત કરાતાં પત્રકારોએ પોલીસને કહી દીધું હતું કે “અમે શું કામ પોસ્ટરો ઉતારીએ ? અમે થોડા લગાડ્યા છે ? પોસ્ટરો કોણે લગાડ્યા તે બાબતે પોલીસ સીસી ટીવી કેમેરા તપાસીને જાણી શકે છે તેવું થાણે બોલાવાયેલા પત્રકારોએ પોલીસને કહી દીધાનું સંભળાયું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે, સ્થાનિક પત્રકારોને દબાવવા ધારાસભ્ય પાડલીયાએ ખોટી રીતે પોલીસને હાથો બનાવી દીધાની ચર્ચાઓએ શહેરમાં જોર પકડયું છે. ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા વિરૂદ્ધ લાગ્યા પોસ્ટર લગાડાયા છે. પોલીસ દ્વારા સામાન્ય પૂછપરછ કરીને પત્રકારો સાથે સુમેળભર્યું વર્તન દાખવ્યું છે પણ જેઓને પોલીસ સ્ટેશને વગર વાંકે ધારાસભ્યના ઇશારે જવું પડ્યું તે તમામ પત્રકારો હવે ધારાસભ્ય સામે લડી લેવાના નિર્ધાર સાથે આગળ વધી રહ્યા હોવાનું સાંભળવા મળ્યું છે.
બોક્સ :
કેવા કેવા સૂત્રોથી લાગ્યા પોસ્ટર ?
ધોરાજીના અનેક વિસ્તારમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા વિરૂદ્ધ પોસ્ટર લાગ્યા છે. તેમાં વરસાદને કારણે રસ્તાઓનું થયું છે ધોવાણ, ધારાસભ્ય ગુમ થયા છે. ધોરાજીના રસ્તા પર ધ્યાનથી નીકળવું અહીંયા ધારાસભ્ય ભાજપના છે એવો પણ પોસ્ટરમાં ઉલેખ કરાયો છે. ખોબલે ખોબલે મત આપ્યા પ્રજાએ હવે પ્રજા વચ્ચેથી ધારાસભ્ય કેમ ગુમ ? ધોરાજીના રસ્તા પર ધ્યાનથી નીકળવું અહીંયા ધારાસભ્ય ભાજપના છે.
આઠ મહિના પહેલા બનાવામાં આવેલ જેતપુર રોડ કેમ તૂટી ગયો સહિતના સવાલો સાથે લાગ્યા પોસ્ટર લાગતાં ધારાસભ્યની આબરૂનું ધોવાણ થયાનું કહેવાય છે.
અલગ બોક્ષ બનવું
મહેન્દ્ર પાડલીયા ને બદનામ કરવાના હેતુ થી ભાજપ ના કાર્યકરો એ પોસ્ટર લગાવ્યા પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરા
ધોરાજી શહેર કોંગ્રેસના પૂર્વ દિનેશ વોરા એ સોશિયલ મીડિયા માં વિડિયો વાયરલ કરી ને જણાવ્યું હતું કે ધોરાજી ભાજપના સ્થાન નેતાઓને દુખે છે પેટ અને કુટે છે માથું ગત વિધાનસભાની ચૂંટણીની અંદરમાં ટિકિટના દાવેદાર તરીકે ભાજપના અનેક ચહેરાઓ દાવેદાર હતા અને સ્થાનિક ભાજપના પણ ઘણા ચહેરાઓને વિધાનસભાની ટિકિટ મેળવવા માટે થઈ અને ગાંધીનગર સુધી દોટ મૂકી હતી પરંતુ છેલ્લા સમય એ ભાજપ દ્વારા ઉમેદવાર તરીકે મહેન્દ્ર પાડલીયા ની પસંદગી કરવામાં આવી
ત્યારથી ભાજપ ની અંદર માં જૂથવાદ ચાલી રહ્યો છે અને જૂથવાદ હાલ ચરમ સીમાએ પહોંચ્યો છે અને ભાજપના જ સ્થાનિક આગેવાનો દ્વારા ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા વિરુદ્ધ પોસ્ટરો લગાવી અને મહેન્દ્રભાઈ પાડલીયા ને બદનામ કરવામાં આવી રહ્યા છે અને કોંગ્રેસને આ બાબતે સ્થાનિક ભાજપ દ્વારા બદનામ કરવામાં આવી રહી છે
અલગ બોક્ષ બનાવું
શું કહે છે ભાજપના શહેર પ્રમુખ વિનુ માથુકિયા
શહેર ભાજપના પ્રમુખ વિનુ માથુકિયા એ પણ સોશિયલ મીડિયામાં એક વિડિયો પોસ્ટ કરી અને એમણે કોંગ્રેસ પર આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા મહેન્દ્રભાઈ પાડલીયા ની છબી ખરડાવવ માટે થઈ અને પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે કોંગ્રેસ દ્વારા પોસ્ટર લગાવી અને મહેન્દ્ર ભાઈ પાડલીયા ને બદનામ કરવામાં આવી રહ્યા છે અને એમને જણાવ્યું કે ભાજપ ના સ્થાનિક નેતાઓ દ્વારા આ બાબતે પોલીસ માં અરજી કરી અને પોસ્ટર લગાડનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરી છે
પોલીસ એ સીસીટીવી કેમેરા તપાસ કરવાની બદલે મીડિયા કર્મીઓ ને
પૂછપરછ કલાકો સુધી બેસાડી રાખ્યા
ધોરાજીમાં અનેક જગ્યા એ ગેર કાયદેસર પ્રવુતિઓ ચાલી રહી છે ત્યારે આવા ગુનેગારો પર કાર્યવાહી કરવામાં પોલીસ આળસ કરતી હોઈ એવું સ્થાનિકો પાસે થી જાણવા મળી થયું છે ધોરાજી માં ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા વિરૂદ્ધ લાગેલ પોસ્ટર બાદ સ્થાનિક ભાજપ ના આગેવાનો દ્વારા પોલીસ ને અરજી આપવામાં આવી હતી અને અરજી ના અનુસંધાને સીસીટીવી કેમેરા ચેક કર્યા પહેલા ધોરાજી ના પોલીસ સ્ટાફ દ્વારા રાજકીય દબાણવસ થઈ અને નામાંકીત ચેનલ ના પત્રકારો ને પોલીસ સ્ટેશન માં કલાકો સુધી બેસાડી રાખી અને પોસ્ટર લગાવ્યા ની વાત કબૂલી લેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું
અને પોલીસ સ્ટાફ દ્વારા પત્રકારો ને આરોપી ની જેમ કડક ભાષા માં પૂછપરછ કરવામાં આવી હતી
ધોરાજી માં ધમધમી રહેલા દેશી દારૂ ના હાટડાઓ બંધ નહી થાઈ તો લઠ્ઠા કાંડ સર્જવવા ની ભીતિ
ધોરાજી ના અનેક વિસ્તારો માં દેશી દારૂ નું વેચાણ થઈ રહ્યું છે ધોરાજી ના અનેક જાહેર સોચલાયો માં પણ દેશી દારૂ ની કોથળીઓ અને ઇંગલિશ દારૂ ની ખાલી બોટલો જોવા મળી રહી છે ત્યારે પ્રશ્ન એ વાત નો થાઈ છે કે ધોરાજી માં દેશી દારૂ બેફામ વેચાઈ રહ્યો છે અને ગમે ત્યારે ધોરાજી માં લઠ્ઠા કાંડ સર્જાઈ એવી સ્થિતિ નું નિર્માણ થયું છે ત્યારે આવી પ્રવુતિઓ કરનાર સામે પણ ધોરાજી પોલીસ લાલ આખ કરે એવી લોક માંગ ઉઠવા પામી છે