ગીર પંથકમાં ઉપરવાસમાં પાચ દિવસ પહેલાં ભારે વરસાદના પગલે રાવલ તેમજ મચ્છુન્દ્રી ડેમ ઓવરફ્લો થયો છે. ત્યારે ગીરગઢડાના દ્રોણેશ્વર ડેમ પણ ઓવરફ્લો થતાં નદીમાં પાણી વહી રહ્યુ છે. ત્યારે દ્રોણેશ્વર ડેમની મચ્છુન્દ્રી નદીમાં પુલનું છેલ્લાં એક વર્ષથી કામગીરી ચાલી રહ્યું છે તેમ છતાં પુલનું કામ આજ સુધી પૂર્ણ ન થતાં નદીમાં જ્યારે પુરની સ્થિતિ સર્જાય ત્યારે બેઠા પુલ ઉપરથી પાણી વહેતા હોવાથી લોકોની અવર જવરમાં ભારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે.
ગીરગઢડા ધોકડવા ગામનો મુખ્ય રસ્તો હોવાથી અનેક ગામના લોકોની સતત અવર જવર રહેતી હોય પરંતું નદીમાં પુરના કારણે લોકોની અવર જવર ઠપ થઇ જતાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે આ પુલનું કામ વહેલી તકે પૂર્ણ કરી પુલ શરૂ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામેલ છે.
આરોગ્ય કર્મચારી એફ એસ ડબલ્યુ સોનલબેન એ જણાવેલ કે આ રસ્તો મેન હોવાથી ગીરગઢડા થી ખિલવાડ ગામે રોજની અવર જવર રહેતી હોય છે. ત્યારે નદીમા પુર આવે ત્યારે અહીથી પસાર થવાતું નથી. ધોકડવા, ખિલાવડ સહીત ગામોના લોકોને પણ હેરાન થતાં હોય નદીમાં વધું પાણી હોવાથી વાહન પસાર થઈ શકતા નથી તેથી મુશ્કેલી પડે છે આ પુલ વહેલી તકે શરૂ થાય તો અનેક લોકોને મૂશ્કેલી દૂર થાય તેમ છે.
રાહુલ ચૌહાણએ જણાવેલ કે દ્રોણેશ્વર ડેમ ઓવફ્લો થાઈ ત્યારે નીચેનો બેઠો પુલ પર પાણી પસાર થાય ત્યારે વાહન વ્યવહાર બંધ થઈ જાય છે. અને આ નવો પુલ વહેલી તકે બની જાય તો લોકોને આ પરિસ્થિતિ માંથી બહાર આવ્યે..