Gujarat

સુરત ક્રાઈમ બ્રાંચે મોબાઈલ સ્નેચિંગ કરતા રીઢા આરોપીને ઝડપી પાડ્યો

સુરત
સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓ સામે આવતી હતી. જેને લઇને સુરત પોલીસ છેલ્લા કેટલાક દિવસથી આવી ઘટનાઓ ન બને તેના પર ચાંપતી નજર રાખી રહી હતી, ત્યારે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે બાઈક પર આવી મોબાઈલ સ્નેચિંગ કરતા રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી બે બાઈક અને બે મોબાઈલ મળી કુલ ૨.૫૦ લાખની મત્તા કબજે કરી છે, તેમજ બે ગુનાના ભેદ પણ ઉકેલ્યા છે.છેલ્લા એકાદ માસથી સુરત શહેરના સિંગણપોર વિસ્તારમાં પલ્સર મોટર સાયકલ પર બે ઇસમો વહેલી સવારે ચાલવા નીકળેલા લોકોના હાથમાંથી મોબાઇલ ફોન ઝુંટવી મોટર સાયકલ પૂર ઝડપે હંકારી ફરાર થઇ ગયા હોવાના બનાવો સામે આવ્યા હતા. દરમિયાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આવા સ્નેચરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ અધીકારી તેમજ કર્મચારીઓ દ્વારા રોજેરોજ ઝ્રઝ્ર્‌ફ કેમેરા ચેક કરાતા બાઇક પર આવતા સ્નેચરો અમરોલી કોસાડ તરફથી આવીને પરત અમરોલી કોસાડ તરફ જતા હોવાનું જણાઈ આવ્યું હતું. જે અનુસંધાને ક્રાઇમ બ્રાંચના પોલીસ અધીકારી તેમની ટીમ સાથે વહેલી સવારથી જ રોજે રોજ વોચમાં રહેતા હતા.દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે સિંગણપોર વિસ્તારમાંથી સ્નેચીંગ કરેલ મોબાઇલ ફોન વેંચના ઇરાદે નીકળેલા રીઢા આરોપી સાદીક ઉર્ફે કાલુ સલીમ શેખને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી બે મોબાઈલ તેમજ સ્નેચીગ કરવામાં ઉપયોગમાં લીધેલી બે બાઈક મળી કુલ ૨.૫૦ લાખની મત્તા કબજે કરી હતી. પોલીસ તપાસમાં સિંગણપોર પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાના ભેદ પણ ઉકેલાઈ ગયા હતા. પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આરોપી સાદીક ઉર્ફે કાલુ સલીમ શેખ તેના મિત્ર લતીફ ઉસ્માન દિવાન સાથે અલગ અલગ બે મોટર સાયકલ પર સિંગણપોર વિસ્તારમાં આવી વહેલી સવારે રાહદારીઓના હાથમાં રહેલ મોબાઇલ ફોન સ્નેચીંગ કરી પોતાની પલ્સર મોટર સાયકલ પુર ઝડપે હંકારીને નાસી જતા હતા. સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીનો કબજાે સિંગણપોર પોલીસને સોપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *