Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ માનવમંદિર મંદિર ખાતે મનોરોગી મહિલા અનામીએ  અંતિમ શ્ર્વાસ લીધાં. માનવમંદિર પરિવારે અશ્રુભીની આંખે ગમગીન હ્રદયે અંતિમ વિદાય આપી.. સમગ્ર માનવમંદિર પરિવાર ઘેરા શોકમાં ગરકાવ. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા માનવ મંદિર આશ્રમમાં ૨૪ – ૪-૨૦૧૯ ના રોજ મીતીયાળાના જંગલમાંથી પીએસઆઇ ડોડીયા મેડમ એક મનોરોગી મહિલાને સાવરકુંડલા માનવ મંદિરે દાખલ કરેલી કઈ ભાષા બોલે છે એ છેક સુધી સમજાયું નહિ અને એનું નામ રાખવામાં આવ્યું હતું અનામી.. સૌ કોઈ તેને અનામીના નામથી બોલાવતાં છેલ્લા એક માસથી તે ભયંકર મહા રોગ કેન્સરથી પીડાતી હતી સારવાર માટે સાવરકુંડલાની શ્રી લલ્લુભાઈ શેઠ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. કેન્સરની ગાંઠ એવી જગ્યાએ હતી કે તેનું ઓપરેશન શક્ય ન હતું ખૂબ જ વીઆઈપી અને મહેનતથી ડોક્ટર પ્રકાશભાઈએ તેની સારવાર કરવામાં આવી પરંતુ સફળતા ન મળતા આખરે ગત રાત્રે તારીખ ૭ જુલાઈ ૨૦૨૩ ને ૧૦-૩૦ કલાકે માનવ મંદિર ખાતે અંતિમ શ્વાસ લીધો માનવ મંદિરે ૫૨ જેટલી મનોરોગી બહેનો ભક્તિરામબાપુની નિશ્રામાં પુનઃ જીવન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે એ તમામ બહેનોએ અનામીના પાર્થિવ દેહને  વંદન કરી અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપી આજે સવારે ૧૦-૦૦ કલાકે વીર દાદા જસરાજ સેનાના શાંતિરથમાં સાવરકુંડલા હાથસણી રોડ સ્મશાન ખાતે માનવ મંદિરમાં જેમની સેવા નોંધપાત્ર છે અને એવી કાનાતળાવની મનાલી વોરાના હસ્તે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો અનામીના અંતિમ સંસ્કારમાં માનવ મંદિરના આજીવન સમર્પિત સેવક ઇલાબેન કુબાવત બાપુના શિષ્ય મનિષાદીદી ભક્તિરામબાપુના મોટાભાઈ દીનુબાપુ કાનાતળાવ થી જીતુભાઈ વોરા ભક્તિરામબાપુના ડ્રાઇવર શિવનાથ પાસવાન સાવરકુંડલાના બળવંત મહેતા અને પત્રકાર સૂર્યકાંત ચૌહાણ તેમજ વિશાળ સંખ્યામાં સેવક સમુદાયે અંતિમ હનુમાન ચાલીસા કરી સદગતના આત્માને શાંતિ માટે પાઠ કર્યા હતા

IMG-20230708-WA0020.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *