છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત ચોકડી પ્રાથમિક શાળામાં શાળાના સ્થાપના ના 58 વર્ષ પૂર્ણ થતા તારીખ 7 -7- 2023 ને શુક્રવારના રોજ શાળા સ્થાપના દિનની ઉજવણી કરાઈ હતી. સાથે ધોરણ એક થી આઠના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ રજૂ કરીને પોતાની કલા પ્રતિભાના દર્શન કરાવ્યા હતા. શાળાના આચાર્ય વણકર પરેશકુમાર દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું. શાળાના શિક્ષક ચૌધરી મનોજકુમાર તરફથી તેમના કાર્યકાળ દરમિયાન શાળાએ મેળવેલ સિદ્ધિઓ અંગે ચર્ચા કરી હતી. શાળાના શિક્ષક રાઠવા વિક્રમભાઈ તરફથી શાળા વિકાસની ચર્ચા કરી હતી. ચોકડી એસ.એમ.સી અધ્યક્ષ રાઠવા કમલેશભાઈ તરફથી બાળકોને શિક્ષણમાં ખૂબ પ્રગતિ કરે અને સહ અભ્યાસિક પ્રવૃત્તિમાં પણ ખૂબ આગળ વધે શાળાનું,ગામનું નામ રોશન કરે તેવી સ્થાપના દિનના દિવસે આશીર્વાદ આપ્યા હતા. રાયસીંગપુરા ગ્રુપના સી.આર.સી કોઓર્ડીનેટર ચાવડા પિયુષકુમાર તરફથી શાળાએ કરેલી પ્રગતિની ચર્ચા સાથે બાળકોના વાલીઓને બાળકો નિયમિત આવે શાળાકીય પ્રવૃત્તિઓમાં આગળ વધે તે અંગે માહિતી પૂરી પાડી હતી. આ પ્રસંગને શોભાયમાન બનાવવા રાયસીંગપુરા ગ્રુપની શાળાઓના મુખ્ય શિક્ષક અને શિક્ષક ભાઈઓ બહેનો તેમજ ગામના વડીલો ઉપસ્થિત રહી શાળા કક્ષાએ કેક કટીંગ કરી પ્રીતિ ભોજન પણ લીધું હતું. શાળાના શિક્ષિકા પ્રજાપતિ નૌકાબેન તરફથી શાળાનાં બાળકોને આશીર્વાદ આપ્યા હતા. શાળાના શિક્ષક પટેલ મયૂરભાઈ તરફથી ઉપસ્થિત તમામ મહાનુભવોનો તથા ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર