Gujarat

સાવરકુંડલા આજરોજ વરસાદનું પુનરાગમન.. છેલ્લા ત્રણ ચાર દિવસથી ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં આજરોજ વહેલી સવારથી જ વાદળિયા વાતાવરણ વચ્ચે બપોરે બારેક વાગ્યા આસપાસ ધીમી ધારે વરસાદનું આગમન થયું. આમ થોડા દિવસના વિરામ બાદ વરસાદી માહોલનાં મંડાણ થયાં. રોડ રસ્તા પર વરસાદી પાણીથી ઉભરાતાં લોકો રસ્તામાં ભીંજાતાં જોવા મળેલ. તો કોઈ એકલ દોકલ છત્રી લઈને નીકળેલ વ્યક્તિઓ પણ રોડ રસ્તા પર જોવા મળેલ. એક દોઢ કલાકના વરસાદ બાદ હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. છેલ્લા બે ત્રણ દિવસથી ગરમીનું પ્રમાણ વધી રહ્યું હતું. હાલ વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. એકંદરે ધરતીપુત્રો માટે આ વરસાદ  એટલે કાચું સોનું જો કે આ વરસાદી વાતાવરણ વચ્ચે શાકભાજીના ભાવો આસમાને પહોંચતા લોકો પણ આ રોજબરોજના ભાવવધારાથી હવે તંગ આવી ગયા હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *