Maharashtra

વેસ્ટ ઇન્ડિઝ અને સાઉથ આફ્રિકાની મુખ્ય સમસ્યા બેટ્‌સમેનોનું ફોર્મ

મુંબઈ
આઇસીસીની આ શોર્ટેસ્ટ ફોર્મેટ ટૂર્નામેન્ટમાં બે વખત ચેમ્પિયન બની ચૂકેલી વિન્ડીઝની ટીમે પણ તેની ભૂલોને સુધારવી પડશે. કરિસ ગેઇલને બાદ કરતાં એક પણ બેટ્‌સમેન બેવડાં આંકનો સ્કોર નોંધાવી શક્યો નહોતો. ચોગ્ગા અને છગ્ગા મારવાના પ્રયાસમાં તેના નવ બેટ્‌સમેનોએ વિકેટ ફેંકી દીધી હતી. કિરોન પોલાર્ડની ટીમે રનરેટને પણ સુધારવો પડશે જે અંતિમ તબક્કામાં ઘણો મહત્ત્વપૂર્ણ પુરવાર થઈ શકે છે.સાઉથઆફ્રિકાને પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટે હરાવ્યું હતું. વિન્ડીઝની ટીમનો ઇંગ્લેન્ડ સામે છ વિકેટે પરાજય થયો હતો. ડિફેન્ડિંગ ચેમ્પિયન વિન્ડીઝની પૂરી ટીમ માત્ર ૫૫ રનમાં સમેટાઈ ગઈ હતી. સાઉથ આફ્રિકા પણ ૧૧૮ રન જ નોંધાવી શક્યું હતું. સાઉથ આફ્રિકા તેના ટોચના ક્રમ ઉપર એટલો બધો મદાર રાખે છે કે, એક વખત પ્રારંભિક બેટ્‌સમેનો આઉટ થઈ જાય તો ટીમ દબાણમાં આવી જાય છે. એડન માર્કરામે છેલ્લી મેચમાં ૪૦ રન બનાવ્યા હતા પરંતુ બીજા છેડે સતત વિકેટો પડી હતી. ડેવિડ મિલરનું ખરાબ ફોર્મ જારી રહ્યું છે અને બિનઅનુભવી મિડલ ઓર્ડર કોઇ કમાલનું પ્રદર્શન કરી શકી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *