મુંબઈ
કરાચી પોલીસે જણાવ્યું હતું કે રવિવારે રાતે શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ ફાયરિંગ કરવામાં આવ્યું હતંુ. આ દરમિયાન અજ્ઞાત લોકોના ફાયરિંગમાં એક સબ ઇન્સ્પેક્ટર સહિત ૧૨ લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. ગુલશન–એ–ઇકબાલમાં હવાઇ ફાયરિંગમાં સામેલ લોકો સામેની કાર્યવાહી દરમિયાન એક સબ ઇન્સ્પેક્ટરને ગોળી વાગી ગઇ હતી. એર ફાયરિંગ સિવાય લોકોએ રસ્તા પર ભારે ફટાકડા ફોડયા હતા અને ડાન્સ કર્યો હતો. પાકિસ્તાનના સોશિયલ મીડિયામાં પણ લોકોની ખુશીને સ્પષ્ટ રીતે જાેઇ શકાતી હતી.ઘણા લોકોએ એર ફાયરિંગ શરૂ કરીને તેમની ખુશી વ્યકત કરી હતી. એકલા કરાચીમાં જ અલગ અલગ જગ્યાઓ પર થયેલા એર ફાયરિંગની ઘટનાઓમાં ઓછામાં ઓછા ૧૨ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
