Gujarat

રાજકોટમાંથી દોઢ લાખના ડ્રગ્સ સાથે એકની ધરપકડ

રાજકોટ
રાજ્યમાં ડ્રગ્સ પકડાવવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે, ફરી એકવાર રાજકોટમાંથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પોલીસે હાથે લાગ્યો છે. પોલીસે ડ્રગ્સની સાથે શખ્સની પણ ધરપકડ કરી છે, અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. માહિતી પ્રમાણે, રાજકોટ શહેરમાં ર્જીંય્ની ટીમે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા, આ દરોડામાં ડ્રગ્સ સાથે એક આરોપીને રંગેહાથે ઝડપી પાડ્યો હતો. એસઓજીની ટીમે શહેરના રાજરત્ન રેસિડેન્સી એસ આર પી કેમ્પ ઘંટેશ્વર પાસેથી મૂળ મોરબીના વિવેક નાગરે દોઢ લાખના ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. વિવેક નાગર પાસેથી ૧૪.૩૯ ગ્રામ, એટલે કે પોલીસે કુલ ૧૪૩૯૦૦ ડ્રગ્સ સહિત ૧.૪૮ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. આ પહેલા પણ એસઓજી પોલીસની ટીમે મોટી કાર્યવાહી કરીને ડ્રગ્સ પેડલરોને ઝડપી પાડ્યા હતા, આમાં વધુ એક સફળતા મળી છે. ફરી એકવાર ડ્રગ્સના મોટા રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે, આ વખતે લાખોની કિંમતનો ડ્રગ્સનો જથ્થો દમણ પોલીસે દમણમાંથી પકડ્યો છે, આ સાથે ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. માહિતી છે કે, દમણ પોલીસે પ્રદેશમાં ચાલતા નશીલા કાળા કારોબારનો ગુપ્ત બાતમીના આધારે પર્દાફાશ કર્યો છે. દમણ પોલીસે બાતમીના આધારે ૯૭ ગ્રામ ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. દમણ પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા તે સમયે ત્રણ આરોપીએ જે સુશિક્ષિત હોવા છતાં ડ્રગ્સના કાળા કારોબારમાં સંડોવાયેલા હતા, આ ત્રણેય આરોપીઓ લાખોની કિંમતનો ડ્રગ્સનો જથ્થો લઇને વેચવાની ફિરાકમાં હતા, ત્યારે જ દમણ પોલીસે દરોડા પાડીને આ ત્રણેયને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. ડ્રગ્સ વિરોધી ઝુંબેશમાં પોલીસને અત્યાર સુધીની સૌથી મોટી સફળતા મળી છે. હવે પોલીસે આ રેકેટના મૂળ સુધી પહોંચવાની તજવીજ શરૂ કરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *