આજે તા.8 /07/23 ના રોજ શ્રી બાલંભા તાલુકા શાળામાં ગુજરાત રાજ્ય દ્વારા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ અંતર્ગત ધોરણ 1અને બાલવાટિકા ના બાળકોને પ્રવેશ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમ માં ગામના સરપંચ શ્રી, ગ્રામ પંચાયત સભ્યો, ગામના આગેવાનો, એસએમસી અધ્યક્ષ અને તેના સભ્યો તથા વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના મુખ્ય દાતાશ્રી શ્રી લગ્ધીરસિંહ જાડેજા ના હસ્તે બાળકોને પ્રવેશ અપાવી, સ્કુલ બેગ અને શૈક્ષણિક કીટ આપીને નાના નાના ભૂલકાઓને હર્ષભેર પ્રોત્સાહિત કરી પ્રવેશ અપાવવામાં આવ્યો.
તેમજ બાલંભા તાલુકા શાળામાં દર વર્ષે દિનેશભાઈ ગુપ્તા-પ્રગતિ ગ્લાસ કોસંબા તરફથી ધોરણ 8 માં કુમાર અને કન્યા ને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવનારને રોકડ રકમ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ. તથા ધોરણ ત્રણ થી સાત માં પ્રથમ નંબર મેળવનારને શાળા પરિવાર દ્વારા શૈક્ષણિક કીટ આપીને બાળકોને બિરદાવવામાં આવ્યા. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન શાળાના આચાર્યશ્રી ગોધાણી મહેશભાઈ તથા તમામ શિક્ષક સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું……….
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા….