તસવીર : મકસુદ કારીગર,કઠલાલ
ઠાસરા તાલુકાના વાડદ ખાતે આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા રચિત વંચિત વિકાસ સંગઠન ઠાસરાની સભા ભરાઈ હતી જેમાં ૧૯ ગામોના ૫૫ જેટલા સામુદાયિક આગેવાન ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રસ્તુત મિટિંગમાં લોકશાહી ઢબે સંગઠનના પ્રમુખ, ઉપ.પ્રમુખ અને મંત્રીની વરણી કરવામાં આવી હતી અને સંગઠનના કાર્યો તથા હેતુઓની સ્પષ્ટતા કરવામાં આવી હતી.