ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓએ પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃત્તિને અંકુશમાં લાવવા નર્મદા નદીના કિનારા ઉપર નાવડી/બોટની અવરજવર વાળી જગ્યાઓ ઉપર વોચ રાખી નાવડી/બોટ ચેક કરી જયાં ભુતકાળમાં દારૂની હેરાફેરીના કેસો થયેલ હોય તેવી જગ્યાએથી વિદેશી દારૂના વધુમાં વધુમાં ગણનાપાત્ર કેસો શોધી કાઢી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ હોય કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન તથા એસ.બી.વસાવા સર્કલ પોલીસ ઈન્સ્પેકટર બોડેલી સર્કલ નાઓએ ઉપરી અધિકારીઓની સુચનાઓ મુજબની કામગીરી અંગે માર્ગદર્શન આપી મોનીટરીંગ રાખવામાં આવેલ હોય અને એમ.એસ.સુતરીઆ પોલીસ સબ ઈન્સ્પેકટર નસવાડી પોલીસ સ્ટેશન નાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશનની અસામાજીક પ્રવ્રુતિ ઉપર વોચ રાખી પ્રોહીબીશનના સફળ કેસો શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હોય એમ.એસ.સુતરીઆ પોલીસ સબ ઈન્સ્પેકટર નસવાડી પોલીસ સ્ટેશન તથા સ્ટાફના પોલીસ માણસોએ બાતમી આધારે કડદા ગામે નર્મદા નદી કિનારા વિસ્તારમાં બોટ મારફતે કરવામાં આવેલ દારૂની હેરાફેરીમાં ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની નાની મોટી બોટલો નંગ ૬૨૭ કુલ કિંમત રૂપીયા ૧,૧૨,૭૯૭/- ના પ્રોહી મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર