કોટડાસાંગાણી તાલુકા મા સવારથીજ વરસાદી માહોલ જોવા મળે છે. જેમાં સમગ્ર પંથક મા ભારે વરસાદ પડી રહ્યો છે.સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. વેરાવળ સર્વિસ રોડ પર આવેલ શિવ હોટેલ નજીક ના સર્વિસ રોડ મા દર વર્ષ ની જેમ પણ આ વર્ષે પાણી છે. જેથી વાહન ચાલકો ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો.અને ખેતરો પણ બેટ મા ફેરવાયા હતા.મેધરાજા ની તોફાની બેટિંગ જોવા મળી હતી. બપોર બાદ 2 વાગ્યાં થી સાંજ ના 6 વાગ્યાં સુધી મા 2 ઇંચ થી વધું વરસાદ પડયો હતો.આજુબાજુ ગામોમાં પણ ભારે વરસાદ ના સમાચારો મળી રહ્યા જેમાં શાપર-વેરાવળ ગુંદાસરા, પડવલા, ઢોલરા, પારડી સહીત ના ગામોમાં હાલ ધોધમાર વરસાદ વર્ષી રહ્યો છે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત વેરાવળ-શાપર