West Bengal

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીમાં થયેલી હિંસાને લઈ એ ચૂંટણી પંચ પર આરોપ મુક્યો

પશ્ચિમબંગાળ
પશ્ચિમ બંગાળની પંચાયત ચૂંટણીમાં ભડકેલી હિંસાને લઈને મ્જીહ્લએ ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવ્યો છે. સીમા સુરક્ષા દળે રાજ્ય ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવતા મ્જીહ્લના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સંવેદનશીલ મતદાન મથકો અને વિસ્તારો અંગે ચૂંટણી પંચે કોઈ જાણકારી આપી ન હતી. અધિકારીએે જણાવ્યું છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (મ્જીહ્લ) દ્વારા વારંવાર વિનંતીઓ કરવા આવી તેમ છત્તા પશ્ચિમ બંગાળ રાજ્ય ચૂંટણી પંચે કોઈ માહિતી આપી ન હતી. પશ્ચિમ બંગાળમાં ગઈકાલે યોજાયેલ પંચાયત ચૂંટણીમાં હિંસા જાેવા મળી હતી ત્યારે અત્યાર સુધીમાં ૨૦ થી વધુ લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે, જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ છે અને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે હિંસા બાદ બંગાળ સરકાર મમતા બેનર્જી પર સુરક્ષાના અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. બીએસએફના ડીઆઈજી એસએસ ગુલેરિયાએ જણાવ્યું હતું કે બીએસએફે રાજ્ય ચૂંટણી પંચને સંવેદનશીલ મતદાન મથકોની માહિતી માંગવા માટે ઘણા પત્રો લખ્યા હતા, પરંતુ ચૂંટણીના આગલા દિવસ સુધી કોઈ માહિતી આપવામાં આવી ન હતી. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકારે માત્ર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા સાથે જવાબ આપ્યો છે પણ સ્થાન અને અન્ય વિગતો આપી ન હતી. “સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ (ઝ્રછઁહ્લ) અને રાજ્ય સશસ્ત્ર પોલીસની ૫૯,૦૦૦ જેટલી ટુકડીઓ ચૂંટણી ફરજ માટે ૨૫ રાજ્યોના સીએપીએફ તૈનાત કરવામાં આવ્યા હતા, પરંતુ સંવેદનશીલ મતદાન મથકોની પુરતી માહિતી ન હોવાને કારણે તેનો પૂરતો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો,” શનિવારે પંચાયત ચૂંટણી દરમિયાન રાજ્યભરમાં થયેલી હિંસામાં ઓછામાં ઓછા ૨૦ લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા છે. મુર્શિદાબાદ, કૂચ બિહાર, માલદા, દક્ષિણ ૨૪ પરગણા, ઉત્તર દિનાજપુર અને નાદિયા જેવા કેટલાક જિલ્લાઓમાંથી બૂથ કેપ્ચરિંગ, મતપેટીઓને નુકસાન અને પ્રિસાઇડિંગ અધિકારીઓ પર હુમલાની જાણ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે કોલકાતા હાઈકોર્ટના આદેશ બાદ શનિવારે પંચાયત ચૂંટણી દરમિયાન કેન્દ્રીય દળોને તૈનાત કરવામાં આવ્યા હતા, પરંતુ આરોપ છે કે ચૂંટણી પંચ દ્વારા તે બૂથ પર કેન્દ્રીય દળોને તૈનાત કરવામાં આવ્યા ન હતા, જે વધુ સંવેદનશીલ હતા. શનિવારે મતદાન દરમિયાન રાજ્યમાં ભારે હિંસા થઈ હતી. આરોપ છે કે તે સમયે હિંસા થઈ રહી હતી. હિંસા રોકવા માટે કેન્દ્રીય દળોનો યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. ચૂંટણીમાં હિંસાના અહેવાલો વચ્ચે મ્જીહ્લના ૈંય્ રાજ્ય ચૂંટણી પંચને મળ્યા હતા. મીટિંગ દરમિયાન જ બીએસએફના આઈજીએ કેન્દ્રીય દળોની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *