વોશિંગ્ટન
અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાયડેને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતને લઈને સાવચેત રહેવાની ચેતવણી આપી છે. બાયડેને કહ્યું કે પુતિનને ખબર હોવી જાેઇએ કે બેઇજિંગની અર્થવ્યવસ્થા પશ્ચિમના રોકાણ પર આધારિત છે. અમેરિકી રાષ્ટ્રપતિએ આ ચેતવણી એવા સમયે આપી છે, જ્યારે ચીન અને અમેરિકા તાઈવાન સહિત અનેક મુદ્દાઓ પર વિવાદમાં છે. સીએનએનના અહેવાલ મુજબ, બાયડેને કહ્યું, આ કોઈ ખતરો નથી અને તે એક અવલોકન છે. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો, ત્યારથી લગભગ ૬૦૦ કંપનીઓ ત્યાંથી નીકળી ગઈ છે. તમે અમને કહ્યું કે ચીનની અર્થવ્યવસ્થા યુરોપ અને અમેરિકાના રોકાણ પર ર્નિભર છે. સાવધાન રહો, સાવચેત રહો. વાસ્તવમાં, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે માર્ચમાં મુલાકાત થઈ હતી. પુતિન અને જિનપિંગ વચ્ચેની આ મુલાકાત બાદ ઘણા પશ્ચિમી દેશો દ્વારા તેની ટીકા પણ કરવામાં આવી હતી. બંનેની મુલાકાત બાદ પણ યુક્રેન યુદ્ધ પર કોઈ પણ પ્રકારના રાજકીય સંકેત નથી. આ ઉપરાંત આ સપ્તાહની શરૂઆતમાં વર્ચ્યુઅલ સમિટ પણ યોજાઈ હતી જેમાં બંને નેતાઓએ ભાગ લીધો હતો. અમેરિકી રાષ્ટ્રપતિને જ્યારે પૂછવામાં આવ્યું કે જિનપિંગ પર તેમની ચેતવણીની શું અસર થઈ? બાયડેને કહ્યું કે તેણે મારી વાત ધ્યાનથી સાંભળી અને દલીલ કરી નહીં. જાે તમે જુઓ તો ચીનનો રશિયા તરફ સંપૂર્ણપણે ઝુકાવ નથી. તેથી મને લાગે છે કે એક રસ્તો છે જેના દ્વારા આપણે તેના પર કામ કરી શકીએ. બીજી તરફ અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેન હાલમાં બેઈજિંગની મુલાકાતે છે. જેમાં તેઓ બંને દેશો વચ્ચે સ્થિરતા લાવવા માટે કઠિન પડકારોનો સામનો કરી રહ્યા છે. બંને દેશો વચ્ચેની ખટાશના કારણે સંબંધો વધુ વણસી ગયા છે. જેના કારણે સંબંધો સુધારવામાં અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.


