Gujarat

છોટાઉદેપુર પાલિકા એ  ગેરકાયદે તાંત્રિક મંજૂરી મેળવી એક કરોડ ઉપરાંત ના સ્ટ્રીટ લાઈટ ના કરેલા કામ ને રદ્દ જાહેર કરતા પ્રાદેશિક કમિશ્નર 

જવાબદાર ચીફ ઓફિસર અને MGVCL  ના ઈજનેર સામે શિક્ષાત્મક કાર્યવાહી ના આદેશ
છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા 2019 માં 14 માં નાણાપંચ ની ગ્રાન્ટ માંથી કરોડો ના ખર્ચે સ્ટ્રીટ લાઈટ અને નગર માં જુદા જુદા સ્થળો એ LED સ્ક્રીન લગાવવા નું આયોજન કરી ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.સંબંધિત વિભાગ માંથી તાંત્રિક મંજૂરી મેળવ્યા વિના આ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જે કચેરી ને આવી તાંત્રિક મંજૂરી આપવાની સત્તા નથી એવી MGVCL ની સ્થાનિક કચેરી પાસે થી રહસ્યમય રીતે તાંત્રિક મંજૂરી મેળવી હતી. MGVCL  ના અધિકારી ને પણ પોતાની સત્તા કે મર્યાદા નું ભાન ન હોવાથી તેઓ એ આવી તાંત્રિક મંજૂરી આપી હતી.
નગર ના જાગૃત નાગરિકો ને આ સમગ્ર કામ માં ભારે ભ્રસ્ટાચાર અને કૌભાંડ ની શંકા જણાતા MGVCL ના ઉચ્ચ અધિકારીઓ નો સંપર્ક કરી તેઓ ના ધ્યાને વાત લાવ્યા હતા.ચોકી ઉઠેલા ઉચ્ચ અધિકારીઓ એ તાત્કાલિક નગરપાલિકા ને આપેલી તાંત્રિક મંજૂરી ને કેન્સલ કરી હતી.
ત્યારબાદ આ સમગ્ર ઠરાવ ને ગેરકાયદે અને રાડ જાહેર કરવા પ્રાદેશિક કમિશ્નર વડોદરા સમક્ષ અપીલ કરવામાં આવી હતી.MGVCL  તરફ થી તાંત્રિક મંજૂરી કેન્સલ થતા ફફડી ઉઠેલા ભ્રષ્ટ પાલિકા સત્તાધીશો એ LED નું કામ નું ટેન્ડર તાત્કાલિક કેન્સલ કર્યું હતું પરંતુ સ્ટ્રીટ લાઈટ નું કામ ચાલુ રાખી એક કરોડ પાંચ લાખ જેવું પેમેન્ટ પણ ચૂકવી દેવામાં આવ્યું હતું.
તાજેતર માં પ્રાદેશિક કમિશ્નર દ્વારા આ કેસ માં નિર્ણય આપવામાં આવ્યો હતો જેમાં સ્ટ્રીટ લાઈટ નું કામ રદ્દ કરવા નો હુકમ કરવામાં આવ્યો હતો.અનેગેરકાયદે તાંત્રિક મજૂરી ની કાર્યવાહી કરવા માટે ચીફ ઓફિસર અને MGVCL  ના ઈજનેર ને જવાબદાર ગણી તેઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી નો આદેશ આપવામાં આવ્યો છે.
પ્રશ્ન એ છે કે એક કરોડ પાંચ લાખ જેવી રકમ વેડફાઈ ગઈ છે તે માટે જવાબદારી કોની નક્કી  કરવામાં આવશે ? ” જમવામાં જગલો અને કુટવામાં ભગલો”ભ્રસ્ટાચાર ની મલાઈ કોણ ખાય અને ભોગવવા નું કોને આવે ?? ફરિયાદી એ રીપોર્ટર ને જણાવ્યું હતું કે છોટાઉદેપુર ની પ્રજા ના હાક ના આ નાણાં જે રીતે વેડફાટ કરી ને ભ્રસ્ટાચાર કરવામાં આવ્યો છે તે માટે જવાબદાર તમામ પાસે થી આ નાણાં ની વસુલાત માટે તેઓ નવો કેસ દાખલ કરવાના છે
તસ્વીર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20211027-114815_WhatsApp.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *