ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ આર્મ એક્ટ તેમજ મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ…..જે અન્વયે આર.એસ.ડામોર ઇન્ચા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારી ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત મળેલ મરચીપાણી ગામે રહેતા નંદુભાઇ સેંગલાભાઇ રાઠવા નાઓ તેમના પોતાના ઘરમાં એક દેશી હાથ બનાવટની બાર બોર એક નાળ જેવી બંદુક તથા જીવતા કાર્ટીઝ લાયસન્સ પરવાના વગર ગેરકાયદેસર હથીયાર સંતાડી રાખેલ છે તેવી હકિકત આધારે મરચીપાણી ગામે રહેતા નંદુભાઇ સેંગલાભાઇ રાઠવા નાઓના ઘરે જઇ તપાસ કરતા તેમના ઘરની દિવાલ ઉપર એક દેશી હાથ બનાવટની એક નાળ જેવી બાર બોરની બંદુક તથા જીવતા કાર્ટીઝ મળી આવેલ જેથી સદરી ઇસમ પાસેથી લાયસન્સ પરવાના અંગે આધાર-પુરાવો માંગતા તેની પાસે કોઇ આધાર પુરાવો મળી આવેલ નહી અને સદરી ઇસમ વેચાણ માટે અથવા અન્ય હેતુ અર્થે લાવેલાનુ જણાવેલ જેથી પકડાયેલ ઇસમને આર્મ એક્ટ કલમ ૨૫ (૧-બી)(એ),૨૯ તથા જી.પી એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી અર્થે ઝોઝ પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


