રાજયના વહિવટમાં પારદર્શિતા વધે અને લોકોને ઘરઆંગણે જ વિવિધ સરકારી સેવાઓનો લાભ મળી રહે તેમજ પ્રજાલક્ષી રજુઆતોનો ઉકેલ સ્થાનિક કક્ષાએ જ ઝડપથી આવે તે માટે હાલ જામનગર જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમ દરેક તાલુકાના વિવિધ ગામો ખાતે યોજાઇ રહયા છે. આગામી તા. ૨૯-૧૦-૨૦૨૧ અને ૩૦-૧૦-૨૦૨૧ શુક્રવાર તથા શનિવારના રોજ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં તા. ૨૯ના રોજ સરકારી હાઇસ્કુલ ખંઢેરા અને તા. ૩૦ના રોજ પ્રાથમિક શાળા નાની ભલસાણ, જામનગર તાલુકામાં તા. ૨૯ના રોજ પ્રાથમિક શાળાનું મકાન, લાખાણીબ મોટો ગામ અને તા. ૩૦ના રોજ સમાજવાડી, મોટી ખાવડી, લાલપુર તાલુકામાં તા. ૩૦ના રોજ ટેભડા, ધ્રોલ તાલુકામાં તા. ૨૯ના રોજ જાલીયા માનસર અને જામજોધપુર તાલુકા તા. ૩૦ના રોજ શેઠવડાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવનાર છે.
આ સેવા સેતુ કાર્યક્રમમાં આવક, જાતિ, નોન ક્રિમિલીયર, પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રેશનકાર્ડને લગતી અરજીઓ, આધારકાર્ડની અરજીઓ તેમજ વિધવા સહાય, વૃધ્ધ નિરાધાર સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટેની અરજીઓ તથા નવા વિજળી જોડાણ માટેની અરજીઓ અને માં અન્નપૂર્ણા યોજના, માં અમૃતમ યોજના, વાત્સલ્ય કાર્ડના લાભાર્થીઓની નોંધણી, દિવ્યાંગ પ્રમાણપત્ર, જન્મની નોંધણી ન થયેલ હોય તેવા વરિષ્ઠ નાગરિકોને ઉંમરના પ્રમાણપત્રો આપવાની કામગીરી કરવામાં આવશે. લોકોને આ સેવા સેતુ કાર્યક્રમનો બહોળી સંખ્યામાં લાભ લેવા અનુરોધ કરવામાં આવેલ છે.
