Gujarat

અમરેલી નગરપાલિકા ના સતાધીસો દ્વારા લાબા સમય થી સાધારણ સભા ના બોલાવતા વિરોધ પક્ષ ના નેતા દ્વારા ઊઞ્ર રજુઆત સાથ તાકીદેે સભા બોલાવવા ની માંઞણી

સવિનય જયભારત સાથે જણાવવાનું કે અમરેલી નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા તા.૨૪/૦૩/૨૦૨૧ ના રોજ સામાન્ય સભા બોલાવવામાં આવેલ હતી.
ત્યારબાદ આજરોજ સાત માસ જેવો લાંબો સમય વિતી ગયેલ હોય તેમજ નિયમ મુજબ ૯૦ દિગ્સમાં સામાન્ય સભા બોલાવવી ફરજીયાત હોય તેમજ આવી સભા ને બોલાવતા અમો અમારા પ્રશ્નો શહેરમાં નવા આયોજનો, લોકોની જરૂરીયાત મુજબની માંગણીઓ, સુવિધાઓ, નવા રસ્તાના આયોજનો ડોર ટુ ડોર કચરાની યોગ્ય વ્યવસ્થા, એલ.ઇ.ડી. લાઇટોનું આયોજન, શહે૨મા કચરાના ઢગલાઓ તથા સફાઇ જેવી બાબતોનું આયજન કરી તેનું નિરાકરણ કરવા બાબતે સામાન્ય સભામાં આવરી લેવામાં આવે તો શહેરના વિકાસ માટે, નવા આયોજન, સુવિધા તેમજ પછાત વિસ્તારોના વિકાસ માટે પ્રાથમિક સુવિધામાં પુરી પાડવા માટે સામાન્ય સભા આવશ્યક છે અને તે બંધારણના નિતિ-નિયમ મુજબ થવી જોઇએ. તો જ બંધારણીય હકોનું પાલન થાય અને તેથી જ શહેરના તમામ નાગરીકોના ટેકસના પૈસાનું તેઓની સમસ્યા દુર કરી સુવિધા આપી, પાલન થાય તે જ યોગ્ય છે.
માટે આપ સાહેબને રજુઆત છે કે આ પત્ર મળ્યા બાદ તુર્ત જ નગરપાલિકાની સામાન્ય સભા બોલાવવાની વ્યવસ્થા કરશો.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20211013-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *