જેતપુર સીટી પોલીસ ઉંઘતી રહી,રૂરલ એલસીબીની કાર્યવાહી:બુટલેગરોમાં ફફડાટ
દારૂના શોખીન જેતપુર માટે એક ખરાબ સમાચાર છે. દિવાળીમાં લાલ પાણી મેળવવું મુશ્કેલ બનશે. કારણ કે રાજકોટ એલસીબી પોલીસે બૂટલેગરો પર લગામ કસી છે.દિવાળી પહેલા જ રાજકોટ રૂરલ એલસીબી આશરે ૧૮૬૦ નગ જેટલો વિદેશી દારૂ પકડી પાડ્યો હતો.પોલીસની આ કાર્યવાહીના લીધે દિવાળીમાં દારૂના શોખીનો માટે શોખ પુરો કરવો અઘરો પડશે.જેતપુરમાં આવેલ તત્કાલચોકડી પાસેથી બોલેરો પીકઅપ વાનમાં વિદેશી દારૂની ૧૮૬૦ બોટલ સાથે રૂરલ એલસીબીની ટીમે બે શખ્સોને દબોચી લઈ રૂ.૮.૧૮ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
આ અંગેની માહીતી મુજબ જેતપુરમાં આવેલ તત્કાલચોકડી પાસે પેટ્રોલિંગમાં ૨હેલ રૂરલ એલસીબીના પીઆઈ એ.આર.ગોહિલ પીએસઆઈ એસ.જે.રાણા સહીતના સ્ટાફે બોલેરો પીકઅપગાડી નં.જીજે -૧૬ એયુ ૫૮૫૨ ને રોકી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની જુદી બ્રાંડની ૧૮૬૦ બોટલ કિં.રૂ.૫.૯૭૬૦૦ ની મળી આવતા પોલીસે કારના ચાલક શિવાંગ ઉર્ફે શીવો રાજુ મહેતા (રહે.જુનાગઢ સુદામા પાર્ક , ટીંબાવાડી વિસ્તાર ) અને પરેશ હમીર ઉર્ફે જેકી ખાંભલા ( રહે.ગીરનાર દરવાજા, ભક્તિનગર સોસાયટી ) નામના બન્ને શખ્સોની ધપકડ ક૨ી બોલે૨ો અને દારૂ,મોબાઈલ,રોકડ રકમ સહિત કુલ રૂા.૮.૧૮ લાખનો મુદામાલ કબ્જે ક૨ી વધુ તપાસ હાથ ધરતા દારૂ મોકલાવના કાનો હમીરભાઈ ઉર્ફ જેકી ખાંભલા જાતે રબારી રહે. જુનાગઢ ગીરનાર દરવાજાનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.
આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઈ. મહેશભાઈ જાની તથા પો.હેડ.કોન્સ. શકતીસીંહ જાડેજા, નીલેશભાઇ ડાંગર તથા બાલકૃષ્ણભાઇ ત્રીવેદી તથા પો.કોન્સ. રહિમભાઇ દલ, કૌશીકભાઇ જોષી, ભાવેશભાઇ મકવાણા રોકાયા હતા.
વિક્રમસિંહ ચુડાસમા જેતપુર


