Delhi

તાજ મહેલ પરિસરનું વીડિયોગ્રાફી પ્રતિબંધિત ક્ષેત્ર છે

નવી દિલ્હી
તાજ મહેલની મુખ્ય ઈમારત એટલે કે મકબરા અને મસ્જિદમાં આકરી સુરક્ષા વ્યવસ્થા છે અને તે તાજ મહેલ પરિસરનું વીડિયોગ્રાફી પ્રતિબંધિત ક્ષેત્ર છે. ત્યાં પર્યટકોને પણ તેમના ફોન બંધ રાખવા આદેશ અપાયેલો છે. પરંતુ તાજ મહેલ પરિસરના તે જ હિસ્સામાં આવેલી મસ્જિદ અને શાહજહાં મુમતાઝના મકબરા પર ટિકટોક જેવા શોર્ટ વીડિયો બનાવવામાં આવી રહ્યા છે અને તેમને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યા છે. જૈદીએ કહ્યું કે, કોઈ પણ ધાર્મિક સ્થળે ફિલ્મી નાચ-ગાનના વીડિયો ન ઉતારી શકાય. તાજ મહેલ પરિસરમાં કબરવાળો વિસ્તાર અને મસ્જિદ એક પવિત્ર ધાર્મિક સ્થળ છે જ્યાં નમાજ પણ થાય છે. તાજ મહેલ પરિસરમાં આ પ્રકારના વીડિયોઝ બનાવી તેને વાયરલ કરવામાં આવી રહ્યા છે તેને લઈ મુસ્લિમ સમાજ રોષમાં છે. તાજ મહેલ મસ્જિદની ઈંતજામિયા કમિટીએ એએસઆઈના અધીક્ષકને જ્ઞાપન સોંપીને તાજ મહેલની મુખ્ય ઈમારત ખાતે ડાન્સ અને રોમાન્સના વીડિયો બનાવવા પર રોક લગાવવાની માગણી કરી છે. હકીકતે તાજ મહેલ પરિસરના વીડિયોગ્રાફી પ્રતિબંધિત ક્ષેત્રોમાં આ પ્રકારના વીડિયો ઉતારવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા એમપીના એક મંદિરમાં યુવતીએ ડાન્સનો વીડિયો બનાવ્યો તેને લઈ ભારે હોબાળો મચ્યો હતો. ગત વર્ષે અમૃતસરના સુવર્ણ મંદિરની પણ આવી જ એક ઘટના સામે આવી હતી. તાજ મહેલ મસ્જિદ ઈન્તજામિયા કમિટીના અધ્યક્ષ સૈયદ ઈબ્રાહિમ હુસૈન જૈદીના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળે એએસઆઈ કાર્યાલય જઈને પુરાતત્વ અધીક્ષક રાજ કુમાર પટેલની મુલાકાત લીધી હતી તથા તેમને જ્ઞાપન અને વીડિયોની સીડી સોંપી છે.

Tourists-filming-dance-and-romance-at-Taj-Mahal.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *