ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે દશા માતા ના વ્રતો ની શરૂઆત થતા હેમંતભાઈ દવે દ્વારા ૫૦૦ જેટલી દશા માતા ની મૂર્તિઓ વિના મૂલ્યે વિતરણ કરી. ભારતમાં સનાતન હિંદુ ધર્મમાં દેશભરમાં દેવી-દેવતાઓનું વિશેષ મહત્વ સાથે તેમની પૂજા અર્ચના થતી હોય છે. ભારત ભરમાં અલગ અલગ દિવસો તિથિઓ પ્રમાણે અલગ અલગ દેવી-દેવતાઓ નું વિશેષ પૂજા અર્ચના સાથે તેમનું મહત્વ વધી જતું હોય છે. અમાવસ્યાથી દશા માતા ના વ્રતો ની શરૂઆત થાય છે. ત્યારે અંબાજી ના એક સેવાભાવી વ્યક્તિ દ્વારા વિનામૂલ્યે દશા માતા ની મૂર્તિઓને ભક્તો વચ્ચે વિતરણ કરવામાં આવે છે. હાલમાં રાજસ્થાની શ્રાવણ મહિના ની શરૂઆત થઈ છે.ત્યારે આવતીકાલ અમાવસ્યાથી દશા માતા ના વ્રત ની શરૂઆત થઈ રહી છે. જેને લઈને ગુજરાતભરમાં દશા માતા ના ભક્તો ઉત્સાહપૂર્વક ઉજવણી કરવા માટે આતુર બન્યા છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી માં પણ આવતીકાલથી દશા માતા ના વ્રતને લઈ અંબાજી નગરમાં દશા માતા ના ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો સાથે સાથે અંબાજી ના એક સેવાભાવી હેમંતભાઈ દવે તરફથી દશા માતા ની મૂર્તિઓ વિનામૂલ્ય ભક્તોને આપવામાં આવી રહી છે. 500 જેટલી દશા માતા ની મૂર્તિઓ આ વર્ષે વિનામૂલ્ય ભક્તો વચ્ચે વિતરણ કરવામાં આવી રહી છે. ત્યારે સેવાભાવી હેમંતભાઈ દવે તરફથી દર વર્ષે દશા માતા ની મૂર્તિઓ ભક્તોને વિનામૂલ્ય વિતરણ કરવામાં આવતી હોય છે. દશા માતા ના પર્વ ને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે તો દશા માતા ના વ્રત લોકો 10 દિવસ સુધી કરી માતાજીની અર્ચના કરતા હોય છે ત્યાર પછી દસમા દિવસે દશા માતા ની મૂર્તિ ને વિસર્જન કરી વ્રતની પુર્ણાહુતી કરે છે.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


