ખેડા જિલ્લામાં જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ..વી.એ ધ્રુવેના અધ્યક્ષ સ્થાને પી.સી-પીએનડીટી એકટ અન્વયે વર્કશોપ યોજાયો
******
ઘટતી જતી દિકરીઓની સંખ્યાથી ચિંતીત રાજય સરકારની સુચના અને માર્ગદર્શન હેઠળ ખેડા જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા પી.સી-પીએનડીટી એકટની અમલવારી માટે કવાયત હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે તા.૧૪/૦૭/૨૩ના રોજ જિલ્લામા રજીસ્ટર્ડ ખાનગી ડૉકટર (ગાયનેકોલોજીસ્ટ, રેડીયોલોજીસ્ટ) નો વર્કશોપ ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે આવેલ હોટલ સાયપ્રસમાં યોજવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં ૮૦ થી વધુ ડોકટર હાજર થયા હતા તેમજ ડીસ્ટ્રીકટ એપ્રોપ્રીએટ ઓથોરીટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ..વી.એ ધ્રુવેના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આ કાર્યક્રમની શરૂઆત જિલ્લાના ફોગ્સીના ચેરમેન શ્રી ડૉ.શીલ્પી રાવલ (ગાયનેક) તથા શ્રી ડૉ. દેવેન શાહ (રેડીયોલોજીસ્ટ) નું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું.
આર.સી.એચ અધિકારીશ્રી ડૉ. એ.એ પઠાણ દ્વારા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન થકી પીસી-પીએનડીટી એકટની વિસ્તૃત સમજ તેમજ કલમોના ભંગ બદલ કરવામાં આવેલ કાયદાકીય જોગવાઇની સમજ જિલ્લાના ડોકટરોને આપવામાં આવી હતી. સમાજમાં દિકરા-દિકરીઓની અસમતુલાને કારણે સામાજીક દુષણો વધી રહેલ છે. દિકરીના જન્મદરમાં વધારો થાય દીકરીના ગર્ભ પરીક્ષણ/જાતીની પસંદગી અટકાવાય દીકરીની સુરક્ષા અને સલામતી અંગેનો પ્રચાર પ્રસાર વગેરે બાબતે સમજ આપી હતી.
અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ.શાલીની ભાટીયા દ્વારા એમ.ટી.પી એકટ-૧૯૭૩ની વિસ્તૃત સમજ તથા કાયદા પહેલાની અને બાદની પરિસ્થિતિ વિશે સુંદર દ્વિપક્ષીય સંવાદ કરાયો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વી એ ધ્રુવે દ્વારા આરોગ્ય તંત્રની યોજનાઓ થકી તેમના ત્યાં આવેલ લાભાર્થીઓને વધુમાં વધુ લાભ મળે તે માટે પુરતી મદદ કરવા જણાવ્યુ હતું.
વર્કશોપમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.શાલીની ભાટીયા, આરસીએચ અધિકારીશ્રી ડૉ. એ એ પઠાણ, સીવીલ સર્જન ડૉ. આર.પી પટેલ હાજર રહ્યા હતા.
૦૦૦
