Gujarat

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તરોમાં સ્વચ્છતા સર્વે હાથ ધરાશે

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તરોમાં સ્વચ્છતા સર્વે હાથ ધરાશે
***
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત ખેડા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારના જુદા-જુદા ગામોમાં સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ- ૨૦૨૩ હાથ ધરવામાં આવશે. જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન અને નિયામકશ્રીની આગેવાની હેઠળ સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૩ના સર્વેની કામગીરી અંગે સૂચનાઓ આપવામાં આવી છે.
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ફેઝ-૨ યોજના અંતર્ગત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ખેડા જિલ્લાના જુદા-જુદા ગામોમાં સ્વચ્છતા અંગે સર્વે હાથ ધરવામાં આવનાર છે. કેન્દ્ર સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ ટીમ આગામી સમયમાં ખેડા જિલ્લામાં સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ- ૨૦૨૩ હાથ ધરશે.
આ સર્વેક્ષણ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારની આંગણવાડી, આરોગ્ય-કેન્દ્ર, શાળા, ગ્રામ પંચાયત કચેરી અને જાહેર સ્થળોએ ટીમ દ્વારા મુલાકાત લઇ, સ્વચ્છતા અંગેનો સર્વેની કામગીરી હાથ ધરશે. ઘન કચરાનું વ્યવસ્થાપન, ગ્રે વોટરનું વ્યવસ્થાપન, મળ કાદવનું વ્યવસ્થાપન, સેનિટેશન અંગે જાગૃતિ ઓ.ડી.એફ પ્લસ મોડલ ગામ અંગે સમુદાયમાં જાગૃતિ લાવવી તેમજ સંપૂર્ણ સ્વચ્છતા માટેના આંદોલનમાં જોડાવા અને તમારા ગામ અને ઓ.ડી.એફ પ્લસ મોડલ ગામ બનાવવા માટે ગ્રામજનોને પોતાનું આંગણું-શેરી સ્વચ્છ રાખવા તેમજ કેન્દ્ર સરકારની સ્વચ્છતાની ટીમને સહયોગ આપવા નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખેડા-નડિયાદ દ્વારા જણાવાયું છે.
૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *