Gujarat

વસોમાં “શ્રી અન્ન” (મિલેટ્સ) થીમ આધારિત તાલુકા કક્ષાની વાનગી સ્પર્ધા કરવામાં આવી

વસોમાં “શ્રી અન્ન” (મિલેટ્સ) થીમ આધારિત તાલુકા કક્ષાની વાનગી સ્પર્ધા કરવામાં આવી
***
તા.૧૫-૦૭-૨૩ના રોજ ખેડા જિલ્લાના વસો તાલુકામાં “શ્રી અન્ન” (મિલેટ્સ) થીમ આધારિત તાલુકા કક્ષાની વાનગી હરીફાઈ કરવામાં આવી હતી.
આ વાનગી સ્પર્ધામાં વસો ઘટકના દરેક સેજાના વિજેતા થયેલ વર્કર બહેનોએ ભાગ લીધો હતો. જેમાં મિલેટ્સ આધારિત અલગ અલગ વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં સી.ડી.પી.ઓ શ્રી દ્વારા મિલેટ્સ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ આઈ.સી.ડી.એસ ની વિવિધ યોજના વિશે ચર્ચા કરવામાં આવી હતી.
આ વાનગી સ્પર્ધામાં ઘટક કક્ષામાં પ્રથમ, દ્વિતીય, તૃતિય વિજેતાઓને ઉપસ્થિત મહેમાનો દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચયાત ઉપપ્રમુખ, તાલુકા વિકાસ અધિકારીશ્રી – વસો, મામલતદારશ્રી વસો અને સી.ડી.પી.ઓશ્રી સંગીતાબેન તથા વસો ઘટકના તમામ મુખ્યસેવીકા બહેનોએ હાજરી આપી હતી.
000

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *