સેકસ રેસિયો, સરોગસી એક્ટ ઈમ્પલીમેન્ટેશન અને યુએસજી મશીન બાબતે ચર્ચા કરવામાં આવી.
દિકરીઓ માટે સતત ચિંતનશીલ રાજય સ૨કા૨શ્રીની સુચના અને માર્ગદર્શન અનુસાર ખેડા જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા પ્રિનેટલ ડાયગ્નોસ્ટીક ટેકનીક એક્ટ અન્વયે જિલ્લા આરોગ્ય અધિકારીની અદ્યક્ષતામાં તા.૧૭.૦૭.૨૦૨૩ ના રોજ પીએનડીટી એડવાઈઝરી કમીટીની મીટીંગ આરોગ્ય શાખા, ખેડા જિલ્લા પંચાયત ખાતે યોજાઈ હતી.
આ મીટીંગમાં પીસી પીએનડીટી એકટ અંતર્ગત રજીસ્ટર્ડ હોસ્પિટલોના નવીન રજીસ્ટ્રેશન, રીન્યુઅલ રજીસ્ટ્રેશન તથા કેન્સલેશનની તથા સેકસ રેસિયો, સરોગસી એક્ટ ઈમ્પલીમેન્ટેશન અને યુએસજી મશીન બાબતે ચર્ચા કરવામાં આવી.
તદ ઉપરાંત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.વી.એ. ધ્રુવેએ ઓછા સેકસ રેસિયો ધરાવતા તાલુકામાં સ્ટીંગ,ડીકોય તથા દિકરીના જન્મદ૨માં વધારો કરવા, દીકરીના ગર્ભ ૫રીક્ષણ/જાતિની પસંદગી અટકાવવા, દીકરીની સુ૨ક્ષા અને સલામતી અંગેનો પ્રચાર પ્રસાર તથા આઈઈસી કરવા સહિતના મુદ્દે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ.
આ મીટીંગમાં મુખ્ય જિલ્લા અધિકારી ર્ડા.વી.એ. ધ્રુવે, નડીયાદ સીવીલ હોસ્પિટલના પીડીયાટ્રીશન, ગાયનેકોલોજીસ્ટ તથા સ૨કારી વકીલ સહીતના સભ્યો હાજર રહ્યા હતા.


