Gujarat

અમદાવાદ,ગાંધીનગરના સૈન્ય મથકની માહિતી પાકિસ્તાન મોકલવાનાં આરોપમાં ત્રણ આરોપીને આજીવન કેદની સજા

અમદાવાદ
ઓફિશિયલ સિક્રેટ એકટ મુજબ ગુજરાતના પ્રથમ કેસમાં ત્રણ આરોપીને સજા ફટકારવામાં આવી છે. અમદાવાદની વિશેષ અદાલતે ૩ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. આ ત્રણેય આરોપીને આજીવન કેસની સજા ફટકારવામાં આવી છે. સિરાજુદ્દીન, મહંમદ ઐયુબ અને નૌશાદને દોષિત જાહેર કરવાની સાથે આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ ત્રણેય આરોપી પર અમદાવાદ,ગાંધીનગરના સૈન્ય મથકની માહિતી પાકિસ્તાન મોકલવાનો આરોપ હતો. આ ત્રણેય આરોપીઓ સામે અલગ અલગ આરોપો છે. આરોપી નૌશાદ સામે જાેધપુર સેના, મ્જીહ્લ હેડકવાર્ટ્‌સની માહિતી પાકિસ્તાનને મોકલવાનો આરોપ હતો. આરોપી નૌશાદ અલી મૂળ રાજસ્થાનનો રહેવાસી છે. મ્જીહ્લ હેડકવાર્ટ્‌સની માહિતી મોકલવા માટે પાકિસ્તાન તરફથી જે નાણાં મોકલવામાં આવ્યા હતા. તે નાણા સિરાજુદ્દીન અને નૌશાદે સ્વીકાર્યા હતા. માહિતી અનુસાર સિરાજુદ્દીન ૨૦૦૭માં કરાચીમાં ૈંજીૈં હેન્ડલર તૈમુરને મળ્યો હતો. આ ત્રણેય આરોપી વર્ષ ૨૦૧૨માં પકડાયા હતા. તે સમયથી ત્રણ આરોપી સામે કેસ ચાલી રહ્યો હતો. સિરાજુદ્દીન ઉર્ફે રાજુ કરામત અલી ફકીર, મહંમદ ઐયુબ ઉર્ફે સાકીર સાબીરભાઈ શેખ, નવસાદ અલી મકસુદ અલી સૈયદ વિરુદ્ધ ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલવાનો ગુનો નોંધાયો હતો. આરોપીઓ પર અમદાવાદ તથા ગાંધીનગરના મીલીટરી સ્ટેશન તથા તેની હિલચાલની ગુપ્ત માહિતી લેખિત સ્વરૂપે પાકિસ્તાનને પહોંચાડવાનો આક્ષેપ છે. લેખિત માહિતીની સાથે સાથે આર્મી કેન્ટોનમેન્ટ વિસ્તારનો નકશો પણ તૈયાર કર્યાનો આક્ષેપ છે. ગુજરાત સિવાય રાજસ્થાનના જાેધપુર આર્મી કેન્ટોનમેન્ટ તથા બીએસએફ હેડ ક્વાર્ટરની પણ ગુપ્ત હકીકતો તેમણે પાકિસ્તાનને મોકલી હોવાનો આરોપ આરોપીઓ પર લાગેલો છે. ૧૪ ઓક્ટોબર ૨૦૧૨ના રોજ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં ગુનો નોધી તપાસ શરૂ કરી હતી. જે પછી આરોપીઓ વિરુદ્ધ કુલ ૭૫ સાક્ષીઓએ જુબાની આપી છે. આ તમામ વિગતો પર અવલોકન બાદ અમદાવાદની વિશેષ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા સંભળાવી છે.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *